Charotar Sandesh
ઈન્ડિયા

દિલ્હી હિંસામાં મૃત્યુઆંક ૩૭ પર પહોંચ્યો : ૧૦૮ લોકોની ધરપકડ…

પોલીસે ૧૮ જેટલી એફઆઇઆર નોંધી,બહારના લોકોની ભૂમિકા અંગે તપાસ થશે…

ગટરમાંથી વધુ બે લાશ મળી આવતા ચકચાર, હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પોલીસનો જડબેસલાક બંદોબસ્ત,હાલ અજંપાભરી પરિસ્થિતિ…

ન્યુ દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં થયેલી હિંસામાં અત્યાર સુધી ૩૭ લોકોના મોત થયા છે. જેમાં ૫૦ થી વધુ પોલીસ જવાન સહિત ૨૫૦ જેટલા લોકો ઘાયલ થયા છે. મૃતકોના પરિવારને બે-બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

રોજે રોજ આ હિંસાની બિહામણી તસવીરો સામે આવી રહી છે. પહેલા દિલ્હી પોલીસનો જવાબન, ત્યાર બાદ આઇબીના અધિકારીની લાશ નાળામાંથી મળી હતી. હવે બધુ બે લાશો ગટરમાંથી મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. દિલ્હીના શાહદરાના જગ પ્રવેશ ચંદર હોસ્પિટલમાં વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું.

દિલ્હી ફાયર ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું કે, રાત્રે ૧૨થી આજે સવારે ૮ વાગ્યા સુધીમાં અમને નોર્થ ઈસ્ટ દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી આગના ૧૯ કોલ મળ્યા છે. આ વિસ્તારના ચાર ફાયર સ્ટેશનમાં વધારાના ફાયર ટેન્ડર્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ઉપરાંત ૧૦૦થી વધુ ફાયરમેન પણ તૈનાત કરાયા છે. વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પરિસ્થિતિ પર દેખરેખ રાખવામાં આવી રહી છે. નોર્થ ઈસ્ટ દિલ્હીના તોફાનગ્રસ્ત વિસ્તારોમાં ઓપરેશન દરમિયાન અમને કોઈ મુશ્કેલી નથી પડી રહી. હિંસાગ્રસ્ત વિસ્તારો જાફરાબાદ, સલીમપુર, બાબરપુર, મૌજપુરમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. હાલ અહીં અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે.

પોલીસ અધિકારી અનુસાર, દિલ્હી હિંસામાં કથિત રીતે સામેલ થનાર ૧૦૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ૧૮ એફઆઈઆર નોંધવામાં આવી છે. એડિશનલ કમનિશ્નર ઓફ પોલીસ (ક્રાઈમ) મંદીપ સિંહ રંધાવાએ મીડિયાને જણાવ્યું કે, “બુધવારે કોઈ પણ અપ્રિય ઘટના નથી બની અને ઉત્તર પૂર્વ દિલ્હીથી આવતા પીસીઆર કૉલમાં પણ ઘટાડો થયો છે.”

કેજરીવાલે વિધાનસભામાં કહ્યું કે “આ હિંસામાં એક હેડ કૉન્સ્ટેબલ શહીદ થઈ ગયા છે. દરેક શહીદ પરિવારની જેમ શહીદ રતનલાલના પરિવારને દિલ્હી સરકાર દ્વારા એક કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે, સાથે તેમણે કહ્યું કે, રતનલાલના પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે.

Related posts

બજેટથી શેરબજાર ખુશખુશાલ : સેન્સેક્સમાં ઐતિહાસિક ૨૩૧૪ અંકનો ઉછાળો…

Charotar Sandesh

દેશમાં જાન્યુઆરીમાં વેક્સિનેશન શરૂ થાય એવી શક્યતા : ડો.હર્ષવર્ધન

Charotar Sandesh

૨૪ કલાકમાં કોરોનાના મળ્યા નવા ૪૬૭૯૧ કેસ, ૫૦૦થી વધુ દર્દીનાં મોત…

Charotar Sandesh