Charotar Sandesh
બોલિવૂડ

દીપિકાને ટ્રોલરે અપશબ્દ કહેતા અભિનેત્રીએ સ્ક્રીન શોટ મૂકી આપ્યો જડબાતોડ જવાબ…

મુંબઈ : અભિનેત્રી દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે વીડિયો અને ફોટોને શેર કરતી રહે છે, જો કે તે વિરોધીઓને જવાબ આપવામાં પણ માહેર છે. એક ટ્રોલરે તેમને અપશબ્દ કહ્યો હતો પરંતુ દીપિકાએ તેમને એવો જડબાતોડ જવાબ આપ્યો કે, તેની બોલતી બંધ થઇ ગઇ. સોશિયલ મીડિયા પર એક યુઝરે દીપિકા પાદુકોણને એક મેસેજ કર્યો હતો. યુઝરે દીપિકાને તેના પર્સનલ ઇનબોક્સમાં ગાળો લખીને મોકલી હતી. દીપિકાએ આ યુઝરને અવોઇડ કરવાના બદલે તેને જડબાતોડ જવાબ આપ્યો હતો.
દીપિકાએ યુઝરના ગાળો વાળા મસેજને સ્ક્રિનશોર્ટ લઇને તેને શેર કરતા લખ્યું કે, ‘આવી હરકત પર તમારા મિત્રો અને પરિવારને ગર્વ થતો હશે’. દીપિકાના આ અંદાજની તેમના ફેન્સ પ્રશંસા કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, દીપિકાએ જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે યુઝરની હરકતને સબક સીખવવા માટે કોઇ ગલત શબ્દો પણ યુઝ ન કર્યાં અને યુઝરને પાઠ પણ ભણાવી દીધો. દીપિકા પાદુકોણના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હાલ અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.
કબીર ખાનની ફિલ્મમાં તે કપિલ દેવની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. ઉપરાંત તેમની ૮૩ ફિલ્મમાં પણ તે રણબીર સિંહ સાથે જોવા મળશે. તો હાલ શુકન બત્રાની અનટાઇટલ્ડ ફિલ્મનું હાલ શૂટિગ ચાલી રહ્યું છે. જેમાં તે અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વૈદી સાથે સ્ક્રિન શેર કરશે.

Related posts

બોલિવૂડના મહાનાયક બિગ બીએ લગાવી કોવિડની વેક્સીન…

Charotar Sandesh

કોરોનાને કારણે મારા-આલિયાનાં લગ્ન અટક્યા : રણબીર કપૂર

Charotar Sandesh

મહારાષ્ટ્રમાં શૂટિંગની પરવાનગી નહીં, ઇન્ડસ્ટ્રીને ૧૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન…

Charotar Sandesh