Charotar Sandesh
ચરોતર ધર્મ

દીવાળી પર મહાલક્ષ્મીની સાથે ગણેશજી અને દેવી સરસ્વતીની પૂજા શા માટે કરવામાં આવે છે..?

દરવર્ષે આસો માસની અમાસ તિથિએ દીવ઼ડાઓનો પર્વ દીવાળી ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની સાથે ગણેશજી અને માતા સરસ્વતીની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે. દેવી-દેવતાઓના અને તેમના અવતારોના ફોટો આપણને જીવન પ્રબંધન(લાઈફ મેનેજમેન્ટ)ના અનેક સૂત્ર શીખવે છે. લક્ષ્મીજીના ફોટોમાં તેમની સાથે દેવી સરસ્વતી અને ગણપતિ પણ હોય છે. આ ફોટોમાં ખાસ સંદેશ છુપાયેલો હોય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અને ભાગવત કથાકારના જણાવ્યા પ્રમાણે જાણો લક્ષ્મીજી, સરસ્વતી અને ગણપતિ, આ ત્રણેય દેવી-દેવતાની પૂજા એક સાથે શા માટે કરવામાં આવે છે?

ફોટોમાં લક્ષ્મીની સાથે સરસ્વતી અને ગણપતિ પણ જોવા મળે છે, સરસ્વતી જ્ઞાનની દેવી છે અને ગણપતિ બુદ્ધિના દેવતા છે. આ ફોટો આપણને જણાવે છે કે જો આપણે લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો આપણે જ્ઞાન અને બુદ્ધિથી કામ કરવું જોઈએ. જ્યારે આપણે જ્ઞાન અને બુદ્ધિ પ્રમાણે કામ કરીએ તો દેવી લક્ષ્મી અર્થાત્‌ ધનની પ્રાપ્તિ થાય છે.
ધન આવે તો આપણે પોતાના જ્ઞાનથી સંભાળવું જોઈએ. બુદ્ધિનો ઉપયોગ કરીને તેનું રોકાણ કરવું જોઈએ, જેથી તે વધતું રહે. તેનાથી લક્ષ્મીનો સ્થાયી નિવાસ થાય છે. એટલા માટે દીવાળી ઉપર આ ફોટાની પૂજા કરવાની પરંપરા છે. આપણે લક્ષ્મીને પ્રાર્થના કરીએ છીએ કે તે આપણા ઘરમાં વાસ કરે અને સાથે જ વિદ્યા અને બુદ્ધિને પણ લઈ આવે.
જ્યારે આપણે આ ત્રણેય દેવી-દેવતાની પૂજા એકીસાથે કરીએ છીએ તો ધન, બુદ્ધિ અને જ્ઞાન વધે છે. આ ત્રણેયના ઉપયોગથી આપણે બધા સુખ પ્રાપ્ત કરી શકીએ છીએ.(જી.એન.એસ)

Related posts

વાસદ ટોલનાકા નજીક ઘઉંની આડમાં લવાયેલ ૧૧ લાખના વિદેશી દારૂ સાથે બેની ધરપકડ…

Charotar Sandesh

વડોદરામાં જગન્નાથજીની ૩૮મી રથયાત્રા નીકળશે, ૨૭ હજાર કિલો શીરો-૪૦૦ મણ કેળાનું વિતરણ

Charotar Sandesh

ઉનાળો આકરાં પાણીએ : ચરોતરવાસીઓ અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા

Charotar Sandesh