નવી દિલ્હી : કોરોના વાયરસને કારણે લગભગ ૬૨% વિમાન વિશ્વભરમાં કાર્યરત નથી. આ વિમાનો એરપોર્ટથી સ્ટોરેજ સુધી પાર્ક કરવામાં આવ્યા છે. ઉદ્યોગ સર્વેક્ષણ કંપની સેરીયમના જણાવ્યા મુજબ વિશ્વભરમાં હાલમાં ૧૬,૦૦૦થી વધુ વિમાનો જમીન પર છે. આવી સ્થિતિમાં, એરલાઇન્સ તેમને ફ્લાઇટ ઉડાડવા લાયક રાખવા માટે યોગ્ય સ્થાન અને પરિસ્થિતિ શોધવા માટે સંઘર્ષ કરી રહી છે. લાંબા સમય સુધી વિમાનને ઉભા રાખ્યા પછી, તેની ધૂળ દૂર કરીને તેને ઉડાડી શકાતા નથી. તેમાં હાઇડ્રોલિક્સ જાળવવી પડશે. જંતુઓ અને વન્ય જીવોથી બચાવવા માટે ફ્લાઇટ-કંટ્રોલ સિસ્ટમ્સ જાળવવી પડશે. પક્ષીઓ વિમાન એન્જિનમાં તેમના માળા બનાવી શકે છે. ભેજ વિમાનના પાટ્ર્સમાં કાટ લગાડી શકે છે.
જમીન પર ઉભેલા વિમાનમાં ફ્યુઅલ ભરેલું રાખવું પડે છે. પ્લેન એરફિલ્ડ પર ઉભેલા હોય ત્યારે પણ તેલને વિમાનમાં રાખવું પડે છે જેથી ટાંકી લુબ્રિકેટ થાય રહે અને વિમાન હવાના કારણે બહુ હાલે નહિ. નવી દિલ્હી સ્થિત એર રિપેર અને મેન્ટેનન્સ કંપની એર વર્કસના સીઈઓ આનંદ ભાસ્કરે કહ્યું હતું કે, કોઈએ કલ્પના પણ નહોતી કરી કે ઘણું બધુ કરવાની જરૂર પડશે. પાર્કિંગ એક મોટી સમસ્યા છે.