મુંબઈની એક મેજિસ્ટ્રેટ કોર્ટે ટેલિવિઝન એક્ટર અને ગાયક કરણ ઓબેરોયને એક મહિલા સાથે દુષ્કર્મ તેમજ બ્લેકમેઇલ કરવાના મામલામાં ૧૪ દિવસની જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. ટીવી એક્ટર કરણ સિંહ ઓબેરોય પર કથિત રીતે એક મહિલા જ્યોતિષીને લગ્નનો વાયદો કરીને તેનો રેપ કરવાનો આરોપ મુકવામા આવ્યો છે. આ મહિલાએ પોતાની ફરિયાદમાં છે કે આરોપીએ તેને લગ્નનો વાયદો કરીને પછી રેપ કર્યો અને પછી વીડિયો બનાવીને બ્લેકમેઇલ પણ કરી. આ મહિલાએ કરણ તેની પાસેથી પૈસા માગી રહ્યો હોવાનો વીડિયો પણ જાહેર કર્યો છે.
મહિલાની ફરિયાદ પ્રમાણે આ બંનેની મુલાકાત ૨૦૧૬માં એક ડેટિંગ એપ પર થઈ હતી. આ પછી બંને મિત્રો બની ગયા અને મળવા લાગ્યા. મહિલાએ જણાવ્યું કે એક્ટરે તેને તેના ઘરે બોલાવી હતી અને ત્યાં તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી. સાથે જ આરોપ લગાવતા કે કથિત રીતે તેણે તેને નારિયેળ પાણી પીવડાવ્યું હતું અને બાદમાં તે બેભાન થઈ ગઈ હતી. મહિલાએ કે આ દરમિયાન આરોપીએ તેની સાથે બળાત્કાર કર્યો અને ફોન દ્વારા વીડિયો ક્લપ ઉતારી લીધી. કરણ પર મહિલા પર દુષ્કર્મ આચર્યા બાદ બ્લેકમેલ કરવાનો આરોપ છે. મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં કલમ ૩૭૬ (રેપ) અને ૩૮૪ (પૈસા વસૂલવા, ધમકી આપવી) અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.