-
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસનો સપાટો : આણંદ જિલ્લાના વાસદ પાસેથી પકડાયા ત્રણેય ખૂંખાર આરોપી…
-
હત્યા, ધાડ, લુંટ અને ચોરી સહિતના ૬૬ જેટલા ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલાયો…
આણંદ : સને ૨૦૨૦ ના બહુચર્ચીત દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતેની જેલ તોડી ૧૩ ખુંખાર કેદીઓને ભગાડી જનાર ગુનાનો માસ્ટર માઇન્ડ સહતિ ત્રણ રીઢા આરોપીને આણંદ લોકલ ક્રાઈમબ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. આણંદ જિલ્લાના વાસદ ગામ પાસેથી પકડાયેલ ખૂંખાર ત્રણેય આરોપીઓની ઘનિષ્ક પુછપરછમાં હત્યા, ધાડ, લુંટ અને ચોરી સહિતના 66 જેટલા ગંભીર પ્રકારના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે પકડાયેલ ત્રણેય આરોપીઓના વધુ તપાસ અર્થે પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે તેમજ નાસતા ફરતા આ ત્રણેય આરોપીઓના સાગરીતોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક અજીત રાજયાણની સીધી સૂચનાને માર્ગદર્શન મુજબ આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર પી.એ.જાદવ સહિતની ટીમે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા હાથ ધરેલી ઝુંબેશ અંતર્ગત પોલીસને એક ગુપ્ત બાતમી મળી હતી કે સને ૨૦૨૦ ના બહુચર્ચીત દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતેની જેલ તોડી ૧૩ ખુંખાર કેદીઓને ભગાડી જનાર ગુનાનો માસ્ટર માઇન્ડ કિશન ઉર્ફે ફેશન અબરૂભાઇ સંગોડ, રહે.પાંઉ, તા.ધાનપુર જી.દાહોદ નાનો તેના સાગરીતો મારફતે આજુબાજુના વિસ્તારોમાં ધાડ-લુંટ તેમજ ચોરીઓના ગુનાઓ કરે કરાવે છે. જે અન્વયે એલ.સી.બી. સ્ટાફના માણસો દ્વારા હ્યુમન ટેકનીકલ ઇન્ટેલીજન્સની મદદથી માહિતી મેળવી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. જે અંતર્ગત મંગળવારના રોજ હકિકત મળેલ કે, કિશન ઉર્ફે કેશન અબરૂભાઇ સંગોડ તથા તેની ગેંગમાં કામ કરતો માજુ હીમાભાઇ ભાભોર બંન્ને સાથે રહી લુંટ, ધાડના ગુનાઓ કરી હોળીના તહેવાર હોઈ હાલ કાઠીયાવાડથી આણંદ જિલ્લાના વાસદ થઈ વતનમાં જવા વાસદ ખાતે આવનાર છે એવી મળેલી ચોક્કર બાતમીના આધારે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગતરોજ વાસદ બસ સ્ટેન્ડ નજીક બ્રીજ નીચે વોચ ગોઠવી હતી. દરમ્યાન જિલ્લાના તારાપુર તરફથી એક ઓટો રીક્ષા વાસદ બસ સ્ટેન્ડ નજીક આવી હતી. આ રીક્ષામાથી ત્રણ માણસો ઉતરી બસ સ્ટેન્ડ બાજુ જતા જ વોચમાં ગોઠવાયેલ પોલીસે તેઓને કોર્ડન કરી પકડી લીધેલ. પોલીસે આ ત્રીપુટીના નામ ઠામ અંગે પુછ પરછ કરતા (૧) કિશન ઉર્ફે કેશન અબરૂભાઇ સંગોડ, ઉ.વ.૩૩ પાંઉ, ઉગ્વાસ ફળીયુ, તા.ધાનપુર, જી.દાહોદ (ર) માંજુભાઇ હીમાભાઇ ભાંભોર ઉવ.૨૦, રહે.ઉંડાર ભાભોર ફળીયું, તા. ધાનપુર જી.દાહોદ (3) મનુભાઇ મસુલાભાઇ મોહનીયા ઉવ.૩૬, રહે. કાંટુ, સુરાડુંગરી ફળીયુ, પોસ્ટ સજોઇ તા.ધાનપુર જી.દાહોદના હોવાની ઓળખ આપી હતી. પોલીસે તેઓને અંગઝડતી લેતા તેઓની પાસેથી રોકડ રૂપિયા, કાંડા ઘડીયાળ, કટર તથા છીણી જેવી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. પોલીસે આ વસ્તુઓના બીલ કે આધાર પુરાવા માગતા આ ત્રણેય શખ્શો પોલીસને કોઇ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા જેથી પોલીસે ત્રણેયની સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી,૧૦૨ મુજબ અટકમાં લઈ સઘન પુછપરછ હાથ ધરતા કેટલીક ચોકાવનારી વિગતો પ્રકાશમા આવી છે.
- ધરપકડ કરાયેલ ખૂંખાર ત્રિપુટી…
(૧) કિશન ઉર્ફે કેશન અબરૂભાઇ સંગોડ, ઉ.વ.૩૩ પાંઉ, ઉગ્વાસ ફળીયુ, તા.ધાનપુર, જી.દાહોદ
(ર) માંજુભાઇ હીમાભાઇ ભાંભોર ઉવ.૨૦, રહે.ઉંડાર ભાભોર ફળીયું, તા. ધાનપુર જી.દાહોદ
(3) મનુભાઇ મસુલાભાઇ મોહનીયા ઉવ.૩૬, રહે. કાંટુ, સુરાડુંગરી ફળીયુ, પોસ્ટ સજોઇ તા.ધાનપુર જી.દાહોદના
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી. આઈ. પી. એ. જાદવે પકડાયેલ ત્રિપુટી પૈકી કિશન ઉર્ફે કેશન અબરૂભાઇ સંગોડ, રહે.પાંઉ, ઉચ્ચાસ ફળીયુ, તા.ધાનપુર, જી.દાહોદ નાઓની ઘનિષ્ઠ પુછપરછ કરતા તેણે જણાવેલ છે કે ગયા વર્ષે લોકડાઉન દરમ્યાન કિશનના ગામનો લસુ જે દેવગઢ બારીયા જેલમાં હોઇ તેની સાથે રામસીંગના ફોનથી વાત થયેલી જેમાં લસુએ કિશનને જણાવેલ કે લોકડાઉનના લીધે કોર્ટમાં તારીખે જવાતું નથી એટલે જેલમાં ને જેલમાં લસુ, ગબી તથા રાકેશ બધા કંટાળી ગયેલ છીએ જેથી કિશને લસુને જણાવેલ કે તમો બધા જેલની બેરેકનુ તાળુ તોડી બહાર આવી શકો તો હું અને રામસીંગ રસ્સો(દોરડુ) લઇને તમને બહારથી મદદ કરવાનું નક્કી કરી સંપુર્ણ આયોજન કરી લસુને બીજા દિવસેજ આ કામ પતાવવા માટે વાત કરેલી. અને ગત તા. ૩૦/૪/૨૦૨૦ દિવસે કિશન તથા રામસીંગ મહેતાળ બંજોએ દેવગઢ બારીયાથી ૭૦ મીટર જેટલો રસ્સો(દોરડુ) ખરીદી કરેલ અને તે લઇ બંન્ને જેલની બહાર આજુબાજુમાં રાત્રીના રહેલા અને મોડી રાત્રીના લસુ જોડે ફોનથી વાત થયેલ અને જેલની દિવાલની નજીક આવી જવા જણાવેલ અને રસ્તાને થોડા થોડા અંતરે ગાંઠો મારી કિશન જેલના વરંડાને અડીને કુંડીની દિવાલ થઇ જેલના કોટ ઉપર રસ્સો લઇને ચડી ગયેલો અને એક છેડો જેલની અંદર નાખી રસ્સાને લાખંડની અંગેલ સાથે બાંધી જેલમાંથી કુલ- ૧૩ જેટલા આરોપીઓને કિશને જેલમાંથી ભગાડી લઇ ગયેલાની ચોકાવનારી કબૂલાત કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. પોલીસે આ હકિકત બાબતે ખાત્રી તપાસ કરતાં દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુ.ર.નં.૨૪૮/૨૦ ઇ.પી.કો. ક.૨૨૪, ૧૨૦(બી), ૩૨૩ મુજબનો ગુનો દાખલ થયેલ હોવાનુ જાણવા મળ્યુ હતુ. આ ગુનામાં કિશન વોન્ટેડ હોવાની વિગત પણ પ્રકાશમાં આવી છે. દેવગઢબારીયા જેલમાંથી મર્ડર, ધાડ-લુંટ, હથીયાર વિગેરેના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ખુંખાર ૧૩ આરોપીઓને પુર્વયોજીત કાવતરૂ રચી જેલમાંથી ભગાડી જનાર મુખ્ય સુત્રધાર પણ કિશન ઉર્ફે કેશન સંગોડ હોવાની ચોકાવનારી વિગત પોલીસ તપાસમાં ઉજાગર થવા પામી છે.
- કિશન ઉર્ફે કેશન સંગોડ ૦૯ ગુનાઓમાં વોન્ટેડ છે…
1. ધાનપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૮૩/૨૦ ઇ.પી.કો. ક.૩૯૫ તથા આર્મસ એક્ટ ક.૨૫(૧,બી,એ)
2. ધાનપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૨૬૭/૨૦ ઇ.પી.કો. ક.૩૯૫,૩૯૭ તથા આર્મસ એક્ટ ક.૨૫(૧,બી,એ) મુજબ
3. ધાનપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૨૭૩/૨૦ ઇ.પી.કો. ક.૩૦૨ મુજબ
4. ધાનપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૮૮/૨૦ ઇ.પી.કો. ક.૪૫૮, ૩૯૪ મુજબ.
5. ધાનપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૪/૨૦ ઇપીકો ક.૩૯૨,૧૧૪
6. ધાનપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૨૯/૨૦ ઇપીકો ક.૩૯૪,૧૧૪
7. દેવગઢ બારીયા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૨૪૮/૨૦ ઇ.પી.કો. ક.૨૨૪, ૧૨૦(બી), ૩૨૩ મુજબ
8. દામાવાવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૩૭૪/૨૦ ઇ.પી.કો. ક.૩૯૫ તથા આર્મસ એક્ટ ક.૨૫(૧,બી,એ) મુજબ
9. ધાનપુર પો.સ્ટે. ફ.૬૮/૨૦૧૯ ઇપીકો ક.૩૯૭,૩૯૩,૪૫૨,૧૧૪ તથા આર્મસ એ.ક.૨૫(૧)બીએ,૨૭(૧). - કિશન ઉર્ફે કેશન સંગોડએ ૧૯ ગુનાઓની કબુલાત કરી…
1. ધાનપુર તાલુકાના ચોર બારીયા ગામે તેના સાગરીતપોતાના સાગરીતો સાથે મળી એક ઘરમાં લુંટ કરેલી જેમાં રોકડા રૂ.૧૫,૦૦૦/- ની ચોરી કરેલ.
2. ધાનપુર તાલુકાના મોઢવા ગામ ખાતે દુકાનમાં ચોરી કરેલી જેમાં પરચુરણ સામાનની ચોરી કરેલ.
3. ધાનપુર તાલુકાના મેનપુર ગામ ખાતે તેના સાગરીતો સાથે મળી લુંટની કોશીષ કરેલ.
4. ધાનપુર તાલુકાના નળ ગામે ગયા ચોમાસામાં એક કરીયાણાની દુકાન તોડેલી જેમાં અગરબત્તીના પેકેટ તથા પરચુરણ સામાનની ચોરી કરેલ.
5. ધાનપુર તાલુકાના પીપેરો ગામે કેબીન તોડેલી જેમાંથી પેટ્રોલના કારખાની ચોરી કરેલી.
6. ધાનપુર તાલુકાના બારીયા ગામે દુકાનનું શટર તોડેલ જેમાંથી નવી છત્રીઓની ચોરી કરેલ.
7. ધાનપુર તાલુકાના મેદરી ગામેથી બકરા ચોરી કરેલી.
8. વડોદરા શહેર વિસ્તારના અકોટામાં રાત્રીના સમયે બંધ મકાનમાં ચોરી કરેલ.
9. વડોદરા શહેર વિસ્તારના માંજલપુરમાં રાત્રીના સમયે રેલ્વેની બાજુમાં આવેલ સોસાયટીમાં ચોરીની કોશિષ કરેલ.
10. વડોદરા શહેર કલાલી રેલ્વે ફાટક પાસે રાત્રીના સમયે ચોરીનો પ્રયાસ કરેલો.
11. વડોદરામાં સોમાતલાવ પાસે એક મકાનમાં રાત્રીના સમયે ચોરી કરેલ.
12. વડોદરા શહેર વિસ્તારમાં રવિપાર્ક સોસાયટીમાં એક મકાનમાં ચોરી કરેલ.
13. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બંધ મકાનમાં ચોરી કરેલ.
14. વડોદરામાં વડસર સ્વામિનારાયણ મંદિરમાં રાત્રીના સમયે દાનપેટી તથા સીસીટીવી ડીવીઆરની ચોરી કરેલ.
15. ધ્રોલ મુકામે સહકારી મંડળીનુ રાત્રીના સમયે તાળુ તોડેલ તેમાંથી પરચુરણ સામાનની ચોરી કરેલ.
16. ધ્રોલ મુકામે એગ્રોની દુકાનના તાળા તોડી રોકડ રકમની ચોરી કરેલ.
17. ગોંડલમાં માર્કેટ યાર્ડમાં રાત્રીના સમયે બે દુકાનોમાં શટર તોડી રોકડ રકમની ચોરી કરેલી.
18. ગોંડલમાં માર્કેટ યાર્ડમાં આવેલ માતાજીના મંદિરમાં રાખેલ દાનપેટીની ચોરી કરેલ.
19. કાલાવાડ તાલુકાના રણુજા પાસે એક આશ્રમમાં પોતાના સાગરીતો સાથે લુંટ કરેલી જેમાં સાધુઓને ડરાવી ધમકાવી રોકડ રકમની લુંટ કરેલ. - માંજુભાઇ ભાંભોર ૦૮ ગુનાઓમાં નાસતો ફરતો આરોપી છે…
1. ધાનપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૦૦૪/૨૦ ઇપીકો ક.૩૯૨,૧૧૪
2. ધાનપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૨૯/૨૦ ઇપીકો ક.૩૯૪,૧૧૪
3. ધાનપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૮૩/૨૦ ઇ.પી.કો. ક.૩૯૫ તથા આર્મસ એક્ટ ક.૨૫(૧,બી,એ)
4. ધાનપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૮૮/૨૦ ઇ.પી.કો. ક.૪૫૮, ૩૯૪ મુજબ
5. ધાનપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૨૬૭/૨૦ ઇ.પી.કો. ક.૩૯૫,૩૯૭ તથા આર્મસ એક્ટ ક.૨૫(૧,બી,એ)
6. ધાનપુર પો.સ્ટે. ફ.૬૮/૨૦૧૯ ઇપીકો ક.૩૯૭,૩૯૩,૪૫૨,૧૧૪ તથા આર્મસ એ.ક.૨૫(૧)બીએ, ૨૭(૧)
7. ધોળકા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં. ૫/૨૦૧૯ ઇ.પી.કો. ક.૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ
8. અમદાવાદ શોલા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૦૦/૨૦૧૮ ઇ.પી.કો. ક.૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ - માંજુભાઇ ભાંભોરે ૦૯ ગુનાઓની કરેલી કબુલાત…
1. ધાનપુર તાલુકાના મેદરી મુકામે કિશન ઉર્ફે કેશન અબરૂભાઇ સંગોડ સાથે મળી લુંટ કરેલી.
2. ધાનપુર તાલુકાના મેનપુર ગામ ખાતે તેના સાગરીતો સાથે મળી લુંટની કોશીષ કરેલ.
3. ધાનપુર મુકામે સરકારી શાળામાંથી ઝેરોક્ષ મશીન તથા એલ.સી.ડી. તથા ચાર પંખાની ચોરી કરેલ છે
4. ધાનપુર મુકામે એક દુકાનમા અરવીંદ ભોરવા વાળા સાથે ચોરી કરેલ છે
5. પીપલોદમાં અરવિંદ ભોરવા વાળા સાથે દુકાનમાં ચોરી કરેલ છે.
6. અમદાવાદ માં સોલા પાસે રેલ્વે ફટક પાસે મકાન માં ચોરી કરેલ છે
7. અમદાવદમાં સાલા વિસ્તારમાં દુકાનમાં ચોરી કરેલ છે
8. આણંદ વેરાખાડી મુકામે રોડ ઉપર થી એક દુકાનનું કેબીન તોડેલ છે
9. મોરબી મુકામે નદીની આ પારે એક મકાનમાં રાજુ પરમાર સાથે ચોરી કરેલ છે - મનુભાઇ મોહનીયા અને કિશન ઉર્ફે કેશન સાથે મળી ૧૦ ગુનાઓની કરેલ કબુલાત…
1. વડોદરા શહેર વિસ્તારના અકોટામાં રાત્રીના સમયે બંધ મકાનમાં ચોરી કરેલ.
2. વડોદરા શહેર વિસ્તારના માંજલપુરમાં રાત્રીના સમયે રેલ્વેની બાજુમાં આવેલ સોસાયટીમાં ચોરીની કોશિષ કરેલ.
3. વડોદરા શહેર કલાલી રેલ્વે ફાટક પાસે રાત્રીના સમયે ચોરીનો પ્રયાસ કરેલો.
4. વડોદરામાં સોમાતલાવ પાસે એક મકાનમાં રાત્રીના સમયે ચોરી કરેલ.
5. વડોદરા શહેર વિસ્તારમાં રવિપાર્ક સોસાયટીમાં એક મકાનમાં ચોરી કરેલ.
6. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બંધ મકાનમાં ચોરી કરેલ.
7. વડોદરામાં વડસર સ્વામિનારાયણ મંદિરમાં રાત્રીના સમયે દાનપેટી તથા સીસીટીવી ડીવીઆરની ચોરી કરેલ.
8. ધ્રોલ મુકામે સહકારી મંડળીનુ રાત્રીના સમયે તાળુ તોડેલ તેમાંથી પરચુરણ સામાનની ચોરી કરેલ.
9. ધ્રોલ મુકામે એગ્રોની દુકાનના તાળા તોડી રોકડ રકમની ચોરી કરેલ.
10. ગોંડલમાં માર્કેટ યાર્ડમાં રાત્રીના સમયે બે દુકાનોમાં શટર તોડી રોકડ રકમની ચોરી કરેલી.આમ આ અઠંગ આરોપીઓએ ધાડ-લુંટ, ઘરફોડ ચોરીઓના અલગ અલગ જગ્યાના કુલ-૨૮ જેટલા ગંભીર પ્રકારના ગુનાઓની કબૂલાત કરી છે. તેમજ કુલ-૧૭ ગંભીર પ્રકારના ગુનાઓમાં આ ત્રિપુટી વોન્ટેડ છે એટલુ જ નહિ તેઓ અગાઉ ૨૧ ગુનાઓમાં પકડાયેલ આરોપીઓ છે.
આ ગુનાઓ પૈકી મુખ્ય સૂત્રધાર કિશન ઉર્ફ કેશન સંગોડની ૫૦ ઉપરાંતના ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવણી હોવાની વિગત પોલીસ તપાસમાં ઉજાગર થવા પામી છે.
ઉપરોકત કામગીરી શ્રી પી. એ. જાદવ, ઇન્ચાર્જ પો.ઇન્સ. એલ.સી.બી. આણંદ નાઓની આગેવાની હેઠળ હે.કો. જાલમસિંહ, દેવેન્દ્રસિંહ, અજયસિંહ, અનિરૂધ્ધસિંહ, મહિપાલસિંહ, હિતેષકુમાર, રણધીરસિંહ, હેમંતકુમાર, એ.એસ.આઇ. સંજયકુમાર, મનુભાઇ, પો.કો. મયુરધ્વજસિંહ, જીતેન્દ્રકુમાર નાઓ દ્વારા કરવામાં આવેલ છે.