Charotar Sandesh
ગુજરાત

દેવું કરીને ઘી પીવા જેવો ઘાટ : પ્રત્યેક ગુજરાતીના માથે અંદાજે રૂા.૫૩ હજારનું દેવુ…

અમદાવાદ : વિકસીત રાજ્ય ગુજરાતના જાહેરદેવામાં વધારોને વધારો થઇ રહ્યો છે. ભાજપના રાજમાં પ્રત્યેક ગુજરાતીના માથે અંદાજે રૂા.૫૩ હજારનું દેવુ છે જયારે ગુજરાત રાજ્યનું જાહેરદેવું પણ વધીને રૂા.૨,૬૭,૬૫૦ કરોડ સુધી થયું છે. ગુજરાત વિધાનસભામાં સરકારે જાહેર દેવાના આંકડા રજૂ કર્યાં છે તે મુદ્દે વિપક્ષે એવી પ્રતિક્રિયા આપી છે કે, ભાજપ સરકાર ગુજરાતને દેવાળિયું રાજ્ય બનાવી દેશે. એક બાજુ ભાજપ સરકાર વિકાસના બણગાં ફુંકી રહી છે ત્યારે બીજી બાજુ, દેવુ કરીને ઘી પીવા જેવો ઘાટ સર્જાયો છે.

આ વર્ષે પણ ગુજરાત સરકાર વધુ રૂા.૫૦,૭૫૧ કરોડનું દેવું કરશે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પૂછેલાં સવાલના જવાબમાં નાણાં મંત્રી નીતિન પટેલે રાજ્યના જાહેર દેવાને લઇને એવો સ્વિકાર કર્યો છે કે, છેલ્લા બે વર્ષમાં દેવામાં રૂા.૫૫,૦૬૦ કરોડનો વધારો થયો છે. દર વર્ષે લગભગ રૂા.૨૭ હજાર કરોડ દેવામાં વધારો નોંધાયો છે. રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં મુદ્દલ પેટે રૂા.૩૨,૦૮૭ કરોડ ચૂકવ્યા હતાં જયારે વ્યાજ પેટે રૂા.૩૮,૩૯૯ કરોડની ચૂકવણી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૦-૨૧માં રાજયના દેવાનું કદ રૂા.૨,૮૮,૯૧૦ કરોડ જેટલુ વિશાળ હતું.

રાજ્યના દેવામાં રૂા.૪૬,૭૬૬ કરોડનો વધારાનો અંદાજ હતો જેમાં રૂા.૧૫ હજાર કરોડનો વધારો કરી દેવું સુધારી રૂા.૬૧,૨૬૮ કરોડ કરવામાં આવ્યુ છે જેના કારણે વર્ષ ૨૦૨૦-૨૧માં રાજય સરકારનું દેવુ ૨.૯૬ કરોડનું રહે તેવો અંદાજ મૂકાયો છે. વર્ષ ૨૦૨૦-૨૧માં રાજયનુ જાહેરદેવુ વધીને ૩,૫૦,૦૦૦ કરોડને આંબી જાય તેવી શક્યતા છે. આમ રાજ્ય સરકારના બજેટ રતાં કરતા પણ સરકારનું જાહેર દેવુ રૂા.૧.૩૪ લાખ કરોડ વધુ હશે તેવો અંદાજ છે. દરેક ગુજરાતીના માથે રૂા.૪૮ હજારનું દેવું હતું તે વધીને હવે અંદાજિત રૂા.૫૩ હજાર થવાનો અંદાજ છે.

Related posts

અમદાવાદના મેયર સહિત કોર્પોરેટરોએ કોબા ખાતે ટિફિન પાર્ટી માણી…!!

Charotar Sandesh

પેટાચૂંટણી : આઠ બેઠકો પર ૫૭.૭૮ ટકા મતદાન,સૌથી વધુ ડાંગમાં ૭૪ ટકા…

Charotar Sandesh

સરકારી બાબુઓ પણ હવે હાઈટેક થયા ! ૧ લાખની લાંચ લેતા તલાટી નીતા પટેલ રંગે હાથ ઝડપાયા, જુઓ

Charotar Sandesh