Charotar Sandesh
ઈન્ડિયા

દેશના ખૂણે-ખૂણે વેક્સિન પહોંચાડવા વાયુસેનાએ કમર કસી, ૧૦૦ એરક્રાફ્ટ તૈયાર…

ન્યુ દિલ્હી : આવનારા દિવસોમાં ભારતમાં કોરોના સામે વેક્સિન આપવાના અભિયાનની શરુઆત થાય તેવા એંધાણ મળી રહ્યા છે ત્યારે દેશના ખૂણે ખૂણે વેક્સિન પહોંચાડવા માટે ભારતીય વાયુસેનાએ કમર કસી છે.
મળતી વિગતો પ્રમાણે વાયુસેનાએ પોતાના ટ્રાન્સપોર્ટ પ્લેન અને હેલિકોપ્ટર સહિતના ૧૦૦ એરક્રાફ્ટ વેક્સિનનુ વિતરણ કરવા માટે તૈયાર કરી લીધા છે.એવુ મનાઈ રહ્યુ છે કે, દેશના અંતરિયાળ વિસ્તારોમાં વેક્સિન પહોંચાડવા માટે તેને વિમાન થકી પહોંચાડવી પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.આ બાબતને ધ્યાનમાં રાખીને વાયુસેનાએ ત્રણ અલગ-અલગ પ્રકારના વિમાનોને પસંદ કર્યા છે.જે આ કામમાં મદદ કરી શકે તેમ છે.
ખાસ વાત એ છે કે, ફાર્મા કંપનીઓ પાસેથી રસી લઈને ૨૮૦૦૦ જેટલા કોલ્ડ સ્ટોરેજ સુધી પહોંચાડવા માટેની જવાબદારી વાયુસેનાના મહાકાય વિમાનો સી-૧૭ ગ્લોબમાસ્ટર, સી-૧૩૦ જે સુપર હરક્યુલિસ અને આઈએલ ૭૬ નિભાવશે.નાના સેન્ટરો માટે વાયુસેનાના એએન ૩૨ અને ડોર્નિયર પ્રકારના પ્રમાણમાં નાના વિમાનોને તૈનાત કરવામાં આવશે.આ સિવાય એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર, ચીતા અને ચીનૂક હેલિકોપ્ટરની પણ મદદ લેવાશે.
સરકારની યોજના શરુઆતના તબક્કે કોરોના સામે કામ કરનારા વોરિયર્સ અને બીમાર તેમજ વૃધ્ધ સહિત ૩૦ કરોડ લોકોને વેક્સિન આપવાની છે.
આ પહેલા ૨૦૧૮માં પણ વાયુસેનાએ રુબેલા અને મીઝલ્સની રસી પહોંચાડવા માટે મોટી ભૂમિકા ભજવી હતી.

Related posts

કોરોનાને સરકારે હળવાશમાં લીધો, જુલાઈ સુધી રસીની તંગી રહેશે – અદાર પૂનાવાલા

Charotar Sandesh

Corona down : કોરોનાના વળતા પાણી : ત્રણ મહિના બાદ ૫૦ હજારથી ઓછા કેસ…

Charotar Sandesh

હવે કોવિડ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલીસીમાં ઓમિક્રોનની સારવારનો ખર્ચ કવર થશે : કેન્દ્ર સરકાર

Charotar Sandesh