Charotar Sandesh
ઈન્ડિયા

દેશના ખેડૂતોએ મંડી માંગી તો વડાપ્રધાને મંદી થમાવી : રાહુલ ગાંધી

કૃષિ કાયદો ખેડૂતો, મજૂરો અને દેશના પાયાને કમજોર કરનારો…

ન્યુ દિલ્હી : કૃષિ કાયદાને લઈને કોંગ્રેસ સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધતી રહી છે. આ વચ્ચે એકવાર ફરી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કૃષિ કાયદાને બહાને નિશાન સાધ્યુ છે.
રાહુલ ગાંધીએ ખેડૂતોના મુદ્દે એકવાર ફરી મોદી સરકારને નિશાને લીધા અને આસમાને પહોંચતી મોંઘવારી વચ્ચે સુસ્ત પડેલી આર્થિક રફ્તાર પર નિશાન સાધ્યુ.
રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરી લખ્યુ કે દેશના ખેડૂતોએ માગી મંડી, વડાપ્રધાને થમાવી દીધી મંદી. રાહુલે પોતાની ટ્‌વીટ દ્વારા ફરી એકવાર કૃષિ કાયદા અને ખેડૂતની સાથે-સાથે વેપારીઓની દુર્દશાને લઈને પોતાની વાતને બેવડાવી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કૃષિ કાયદાને લઈને સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધી રહ્યા છે. રાહુલ નવા કૃષિ કાયદાને ખેડૂતો, મજૂરો અને દેશના પાયાને કમજોર કરનારા ગણાવી ચૂક્યા છે.
અગાઉ પણ રાહુલ ગાંધીએ છત્તીસગઢમાં વીડિયો લિંક દ્વારા પોતાના સંબોધનમાં કહ્યુ હતુ કે મને આશા છે કે કૃષિ કાયદાને લઈને વડા પ્રધાન એકવાર ફરી વિચાર કરશે.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે દેશના ખેડૂતોની દશા કોઈનાથી છુપી નથી. આપણે ખેડૂત ભાઈઓ અને નાના દુકાનદારોની રક્ષા કરવી જોઈએ. આપણે સાથે મળીને ઉભુ રહેવુ જોઈએ કેમ કે મજૂર અને ખેડૂત આ દેશનો આધાર છે. આની રક્ષા સાથે જ દેશ મજબૂત થશે.
કોંગ્રેસે કેન્દ્ર સરકારના કાળા બજારી કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે. સાથે જ દેશમાં ખાદ્ય વસ્તુઓના પર્યાપ્ત ભંડાર ઉપલબ્ધ કરાવવાનુ પણ કહ્યુ છે.

Related posts

નેસ વાડિયાને કારણે Kings XI Punjab પર લાગી શકે છે પ્રતિબંધ

Charotar Sandesh

મહારાષ્ટ્રમાં અંતે રાષ્ટ્રપતિ શાસન : શિવસેના સુપ્રિમ કોર્ટના દ્વારે….

Charotar Sandesh

ઇન્ટરનેટ પર સરકાર પ્રતિબંધ ન લગાવી શકે  : સુપ્રિમ કોર્ટ

Charotar Sandesh