Charotar Sandesh
ઈન્ડિયા ગુજરાત

હડતાળ : દેશભરની સરકારી બેંકોમાં વ્યવહાર ઠપ્પ : બેંકો હવે સોમવારે જ ખુલશે…

વેતનવધારા સહિત એક ડઝન માગણીઓના સમર્થનમાં નવ યુનિયનોનું સંયુક્ત એલાન : બેંકોમાં તાળા જ ન ખુલ્યા : અબજો રૂપિયાના વ્યવહારો ખોરવાયા…

બે દિવસની હડતાળ બાદ રવિવાર, બેંકો હવે સોમવારે જ ખુલશે : વેપાર ઉદ્યોગમાં વ્યાપક અસર-ઉહાપોહ…

વેતનવધારા સહિત એક ડઝન માગણીઓનાં સમર્થનમાં કર્મચારી-અધિકારીઓ બે દિવસની હડતાળ ઉપર ઉતરી જતાં દેશભરની સરકારી બેંકોમાં કાર્યવાહી ખોરવાઈ ગઇ છે. અબજો રુપિયાના નાણાંકીય વ્યવહારો ઠપ્પ થઇ ગયા છે. આવતીકાલે પણ બેંક ડતાળ રહેવાની છે. ત્યારબાદ રવિવાર છે એટલે સળંગ ત્રણ દિવસ સુધી સરકારી બેંકોમાં કામકાજ અટકેલા રહેશે.

રાષ્ટ્રવ્યાપી હડતાળ નિવારવા માટે બેંક મેનેજમેન્ટ દ્વારા ગઇકાલે કર્મચારી યુનિયનો સાથે વાટાઘાટો કરવામાં આવી હતી પરંતુ કોઇ પરિણામ ન આવતા બે દિવસની હડતાળનું એલાન અફર રાખવામાં આવ્યું હતું. આજે દેશભરની તમામ સરકારી બેંકનાં 9 લાખથી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા અનેકામગીરી ખોરવાઈ ગઇ હતિી. રોકડ નાણાંની લેવડદેવડ, ચેક ક્લીયરીંગ, ઓવરડ્રાફટ સહિતની કામગીરીને ફટકો પડ્યો હતો. કર્મચારીઓ જોડાતા હોવાના કારણોસર બેંકોનાં તાળા જ ખુલ્યા નહતા. યુનિયન બેંક, સેન્ટ્રલ, બેંક, બેંક ઓફ ઇન્ડીયા, બેંક ઓફ બરોડા, સહિતની સરકારી બેંકોના કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. જો કે ખાનગી તથા સહકારી બેંકોમાં કામકાજ નોર્મલ જ રહ્યા છે.

બેંક કર્મચારી યુનિયન સુત્રોએ કહ્યું કે વેતનવધારા ઉપરાંત પેન્શન સ્કીમમાં સુધારો કરવા, પાંચ દિવસનું સપ્તાહ કરવા, સ્ટાફ વેલ્ફેર ફંડમાં બેંકના ઓપરેટીવ નફાના ધોરણે ફાળવણી કરવા, નિવૃતિ વખતના લાભોને કરવેરામાંથી મુક્તિ આપવા, તમામ બેંકોના કામકાજનો સમય એક સમાન કરવા, કરાર આધારિત કર્મચારીઓને સમાન વેતન આપવા સહિત એક ડઝન જેટલી માગણીઓ છે જે લાંબા વખતથી પેન્ડીંગ છે અને સરકાર કે બેંક મેનેજમેન્ટ ઉકેલ લાવતી નથી. વેતન વધારાની પોતાની માંગને અત્યાર સુધીમાં 40 બેઠકો થઇ છે છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. બેંક મેનેજમેન્ટે 12.50 ટકાના વેતન વધારાની ઓફર કરી છે. કર્મચારીઓ 20 ટકાનો વધારો માંગેછે. હડતાળ પૂર્વે ગઇકાલની બેઠક પણ નિષ્ફળ ગઇ હતી. કર્મચારીઓની ધીરજ ખુટતા હડતાળ પાડવામાં આવી છે. આ પ્રશ્ર્નનો કોઇ યોગ્ય ઉકેલ ન આવે તો આક્રમક લડત ચાલુ રાખવાની તૈયારી છે. 11 થી 13 માર્ચે સળંગ ત્રણ દિવસ તથા 1લી જાન્યુઆરીથી બેમુદતી હડતાળનું એલાન જાહેર કરી દેવામાં આવ્યું જ છે.

ગુજરાતમાં બેંક હડતાળથી સરકારી બેંકોની 3000 શાખાઓને તાળા છે. રાજ્યમાં 25000 કરોડના નાણાંકીય વ્યવહારો ખોરવવાનો અંદાજ છે.

Related posts

મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીની ઓફિસોમાં કોરોનાની એન્ટ્રી થતાં ખળભળાટ…

Charotar Sandesh

તૈયાર રહેજો : હવામાન વિભાગે કરી આગાહી, રાજ્યમાં આટલા દિવસ હિટવેવનું યલો એલર્ટ જાહેર કર્યું, જાણો

Charotar Sandesh

પ્રદેશ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં ભાજપની પ્રથમ બેઠક મળી…

Charotar Sandesh