૫ દિવસમાં પહેલીવાર ૪ લાખથી ઓછા કેસ નોંધાતાં રાહત…
ન્યુ દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે સોમવારે રાહતના સમાચાર આવ્યા. નવા દર્દીઓની સંખ્યા ૫ દિવસમાં પ્રથમ વખત ૪ લાખથી નીચે આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૩ લાખ ૬૬ હજાર ૩૧૭ લોકોમાં કોરોનાએ પુષ્ટિ થઈ. ૩ લાખ ૫૩ હજાર ૫૮૦ લોકો પણ સ્વસ્થ થયા, જ્યારે ૩,૭૪૭ લોકોએ જીવ ગુમાવ્યો. આ રીતે એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, એમાં ફક્ત ૮,૯૦૭નો વધારો થયો છે. છેલ્લા ૫૫ દિવસમાં આ સૌથી ઓછા છે. આ પહેલાં ૧૫ માર્ચે ૪,૧૦૩ એક્ટિવ કેસ વધ્યા હતા.
દેશનાં ૧૮ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. એમાં હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા અને પુડુચેરી. પહેલાંના લોકડાઉન જેવા કડક પ્રતિબંધો છે.
દેશનાં ૧૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે, એટલે કે અહીં પ્રતિબંધો છે, પણ છૂટ પણ છે. આમાં જમ્મુ-કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ગુજરાત સામેલ છે.