Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં કોરોના ટેસ્ટિંગનો આંકડો ૧૫ કરોડને પાર, પોઝિટીવિટી રેટ ઘટીને ૬.૪૭% થયો…

ભારત એક્ટિવ કેસના મામલામાં ૯માં નંબરે પહોંચ્યું…

ન્યુ દિલ્હી : દેશમાં કોરોના ટેસ્ટિંગનો આંકડો ૧૫ કરોડને પાર પહોંચી ગયો છે. આ સાથે જ પોઝિટીવિટી રેટ પણ ઘટીને ૬.૪૭% થઈ ગયો છે. જેમાં દરરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૧ હજાર ૨૬ નવા કેસ નોંધાયા, ૩૭ હજાર ૧૫૦ દર્દી સાજા થયા અને ૩૯૬ દર્દીઓના મોત થયા.નવા દર્દીઓ કરતા વધુ સાજા થઈ રહેલા દર્દીઓને કારણે એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હવે ૩.૭૦ લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે. દેશમાં અત્યાર સુધી ૯૭.૬૭ લાખ કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી ૯૨.૫૨ લાખ દર્દી નોંધાઈ ચુક્યા છે, ૧.૪૧ લાખ સંક્રમિતોના મોત થઈ ચુક્યા છે. આ આંકડા ર્ષ્ઠદૃૈઙ્ઘ૧૯ૈહઙ્ઘૈટ્ઠર્.ખ્તિ વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે. જાણીતા કવિ મંગલેશ ડબરાલનું બુધવારે દિલ્હી એઈમ્સમાં નિધન થઈ ગયું છે. તેઓ કોરોના સંક્રમિત હતા. ૭૨ વર્ષના ડબરાલ સાહિત્ય એકેડમી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. તેમણે બુઝ ગઈ પહાડ પર લાલટેન, ઘર કા રસ્તા, હમ જો દેખતે હૈ, મુઝે દિખા એક મનુષ્ય, જેવી કવિતાઓ લખી છે.
ઓલ ઈન્ડિયા ડ્રગ એક્શન નેટવર્કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય નીતિ આયોગ અને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને પત્ર લખીને કોવિડ-૧૯ વેક્સિનના ઈમર્જન્સી યુઝના અપ્રૂવલ પ્રોસેસમાં પાદર્શિતા લાવવા માટે કહ્યું છે. દિલ્હીની ૩૩ હોસ્પિટલમાં ૮૦% ICU બેડ્‌સ કોરોના દર્દી માટે રિઝર્વ રાખવાના આદેશ વિરુદ્ધ હોસ્પિટલ સંચાલકોએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. બુધવારે આ અંગે સુનાવણી થઈ હતી. કોર્ટે દિલ્હી સરકારને તેમના નિર્ણય અંગે વિચાર કરવા માટે કહ્યું છે. અમેરિકન કંપની ફાઈઝરે કહ્યું કે, તે ભારત જેવા દેશ માટે વેક્સિનના અલગ ફોર્મ્યુલા પર કામ કરી રહી થે, જેના માટે ડીપ રેફ્રિજરેશનની જરૂર નહીં પડે. તેને સામાન્ય રેફ્રિજરેટરમાં પણ રાખી શકાશે. ફાઈઝરે ભારતમાં પોતાની વેક્સિન માટે ઈમર્જન્સી અપ્રૂવલ માગ્યું છે.
નિષ્ણાતોને એ વાતની ચિંતા હતી કે આ વેક્સિનની -૭૦ ડિગ્રી સેલ્સિયસ પર રાખવા માટે ભારતમાં પૂરતી વ્યવસ્થા નથી. ડિસેમ્બરના આ ૭ દિવસોમાં અત્યાર સુધી ૩૭૦૦થી વધુ લોકો સંક્રમણથી જીવ ગુમાવી ચુક્યા છે. જો કે, છેલ્લા ૩ મહિનાની અંદર મોતના ગ્રાફમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. સપ્ટેમ્બરમાં ૩૨ હજાર ૨૪૬ લોકોના મોત થયા હતા. ઓક્ટોબરમાં આ આંકડો ઘટીને ૨૨ હજાર ૩૪૪ થઈ ગયો હતો. નવેમ્બરમાં ૧૫ હજાર ૧૭ લોકોના મોત થયા છે. દુનિયામાં કોરોનાના વધતા કેસ વચ્ચે દેશ માટે સારા સમાચાર છે. બે દિવસની અંદર ભારત એક્ટિવ દર્દીઓના મામલામાં ૨ સ્ટેપ નીચે આવી ગયું છે. હવે દુનિયાના ટોપ-૧૦ સંક્રમિત દેશમાં ભારત ૯માં નંબરે છે જ્યાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.

Related posts

કૃષિ કાયદો રદ કરી વડાપ્રધાને વિપક્ષ પાસેથી સૌથી મોટો મુદ્દો છીનવી લીધો

Charotar Sandesh

નેશનલ હાઇ-વે પર ૧લી એપ્રિલથી મુસાફરી માટે ટોલ ટેક્ષ વધશે…

Charotar Sandesh

અદાણીની સંપત્તિ ચાલુ વર્ષે ૧.૪૧ લાખ કરોડ તો અંબાણીની ૧.૨૧ લાખ કરોડ વધી…

Charotar Sandesh