ન્યુ દિલ્હી : ફરી એકવાર દેશમાં કોરોનાના દર્દીઓમાં વધારો થયો છે, તાજા આંકડાઓ ડરાવનારા છે. રવિવારે સ્વાસ્થ્યમંત્રાલય તરફથી જાહેર આંકડાઓ મુજબ દેશમાં ગત ૨૪ કલાકમાં ૯૩,૨૪૯ નવા કોરોનાના કેસ સામે આવ્યા છે, જે ઓક્ટોબર ૨૦૨૦ બાદ સામે આવેલા અત્યાર સુધીના સૌથી વધુ આંકડા છે.
ગત ૨૪ કલાકમાં કોરોનાથી ૫૧૩ લોકોનાં મોત થયાં છે, જે બાદ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૧,૨૪,૮૫,૫૦૯ થઈ ગઈ અને કુલ મોતનો આંકડો ૧,૬૪,૬૨૩ પર પહોંચી ગયો છે. દેશમાં એક્ટિવ કેસ ૬,૯૧,૫૯૭ ઠે ડ્આકે ૧,૧૬,૨૯,૨૮ લોકો હોસ્પિટલેથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે, જ્યારે દેશમાં અત્યાર સુધી ૭,૫૯,૭૯,૬૫૧ લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે.
કોરોનાથી સૌથી વધુ ગ્રસિત મહારાષ્ટ્ર છે, જ્યાંની સ્થિતિ ઘણી ચિંતાજનક બની ગઈ છે. કોરોનાના લપેટામાં કેટલાય બોલીવુડ અભિનેતા અને અભિનેત્રીઓ આવી ચૂક્યાં છે. સુપરસ્ટાર અક્ષય કુમાર પણ આજે કોરોના સંક્રમિત નિકળ્યો છે, જે બાદ તેમણે ખુદને હોમ ક્વોરેન્ટાઈન કરી લીધા છે.
જણાવી દઈએ કે દેશમાં કોવિડ૧૯થી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. પ્રદેશની રાજધાની મુંબઈમાં સંક્રમણ તેજીથી વધતું જઈ રહ્યું છે. શનિવારે અહીં પાછલા ૨૪ કલાકમાં ૯ હજારથી વધુ નવા દર્દીઓ મળ્યા જ્યારે આ દરમ્યાન ૨૭ લોકોનાં મોત થયાં છે. જણાવી દઈએ કે કોરોના વાયરસ પ્રસાર પર કાબૂ મેળવવા માટે હવે મહારાષ્ટ્ર સરકાર લૉકડાઉન જેવા સખ્ત ફેસલા પર વિચાર કરી રહી છે.
જ્યારે ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના મામલામાં તેજી આવી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં મામલા તેજીથી વધ્યા છે. બે દિવસમાં ૯૦૦થી વધુ મામલા આવ્યા બાદ આજે લખનઉમાં કોરોનાના એક હજારથી વધુ નવા મામલા સામે આવ્યા છે. જે લખનઉમાં આ વર્ષે એટલે કે ૨૦૨૧માં કોરોનાના નવા મામલાની સૌથી વધુ સંખ્યા છે. યુપીમાં કોરોનાના વધતા મામલાને જોતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધોરણ આઠ સુધીની તમામ સરકારી અને ખાનગી શાળાઓને ૧૧ એપ્રિલ સુધી બંધ રાખવાના નિર્દેશ આપ્યા છે.
ગુજરાતમાં પણ કોરોના બેકાબૂ બનતો જઈ રહ્યો છે. હોળી બાદ કોરોનાના કેસમાં ખાસ વધારો જોવા મળ્યો છે. જેને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે પણ તાત્કાલીક ધોરણે શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. સરકારી અને ખાનગી શાળાઓ ગુજરાતમાં બંધ કરી દેવામાં આવી છે.