Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં લૉકડાઉન 3.0 લાગુ: 17 મે સુધી 2 અઠવાડિયા લૉકડાઉન લંબાવાયું, જાણો શું ચાલુ રહેશે શું બંધ…

કોરોના સંકટને લઇ PM મોદી અને મંત્રીઓ વચ્ચેની બેઠક યોજાઇ હતી. જેમાં 3 મે બાદ લોકડાઉનને લઇને રણનીતિ પર ચર્ચા થઇ હતી…

બીજા તબક્કાના લોકડાઉનને લઇને ચર્ચા કરાઇ હતી. ત્યારે હવે મોટા સમાચાર સામે આવ્યા છે…

પ્રધાનમંત્રીની ગૃહમંત્રી, રેલમંત્રી, નાણામંત્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં CDS જનરલ બિપિન રાવત સહિત ઉચ્ચ અધિકારી હાજર રહ્યાં હતા. ત્યારે હવે દેશમાં 2 અઠવાડિયા સુધી લોકડાઉન વધારાયું છે. ત્યારે હવે આ ત્રીજા તબક્કાનું લોકડાઉન રહેશે. દેશમાં 4મે થી 17 મે સુધી 2 અઠવાડિયા લૉકડાઉન લંબાવાયું છે. જોકે ગ્રીન ઝોનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવશે. દેશમાં કોરોના સંકટની હાલની પરિસ્થિતિને અને લોકડાઉનને કારણે દેશમાં આવેલા કોરોનાના નિયંત્રણને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગ સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અંતર્ગત આજે લોકડાઉનને 4 મે 2020 સુધી લંબાવવાનો આદેશ આપ્યો છે.

આ ઉપરાંત ગૃહવિભાગે આ સમયમાં વિવિધ પ્રવૃતિઓના રેગ્યુલેશન માટે ગાઈડ લાઇન્સ જાહેર કરી છે. આ ગાઈડલાઇન્સ દેશમાં વર્ગીકૃત કરેલા રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન પ્રમાણે નક્કી કરાઈ છે. જે જિલ્લાઓ ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં આવે છે તેમને ઘણી છૂટ આપવામાં આવી છે. 30 એપ્રિલના રોજ જાહેર કરેલા પત્રમાં રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનને કેવી રીતે નક્કી કરવામાં આવ્યા છે અને તેના વિષે વિગતવાર માહિતી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વડે આપવામાં આવી હતી.

શું બંધ રહેશે?
  • રેડ ઝોનમાં કેટલાંક પ્રકારના પ્રતિબંધ હશે. અહીં સાયકલ રિક્ષા, ઓટો રિક્ષા, ટેક્સ અને કેબ સેવા ઉપલબ્ધ નહીં થાય. અહીં એક જિલ્લામાંથી અન્ય જિલ્લા વચ્ચે બસ સેવા પણ બંધ રહેશે. સ્પા, સલોન અને નાયીની દુકાન પણ નહીં ખૂલે.
  • સંપૂર્ણ દેશમાં રેલ, એર, મેટ્રો સેવા અને એક રાજ્યથી અન્ય રાજ્યમાં આવનજાવન બંધ રહેશે. સ્કૂલ, કોલેજ અને એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ પણ બંધ રહેશે.
  • હોટલ, રેસ્ટોરન્ટ, ગુરુદ્વારા, ચર્ચ, મંદિર, સિનેમા, જીમ, પબ, કોઈ પણ ધાર્મિક કે સામાજિક કાર્યક્રમ, સ્કૂલ, કોલેજ, શૈક્ષણિક સંસ્થાન તમામ બંધ રહેશે.
  • આ સાથે જ ગ્રીન ઝોનમાં 50 ટકા સવારી લઇને બસો ચલાવવાને મંજૂરી આપવામાં આવી છે. ગ્રીન ઝોનમાં બસ ડેપોમાં 50 ટકા કર્મચારી જ કામ કરશે. જોકે, આ દરમિયાન કેટલીક ગતિવિધિઓ પર પ્રતિબંધ લાગૂ રહેશે. લૉકડાઉન દરમિયાન શાળા, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાનોને 17 મે સુધી બંધ રાખવામાં આવશે. આ સિવાય મોલ્સ, પબ્સને પણ બંધ રાખવામાં આવશે.

શું ચાલુ રહેશે?

ઈ-કૉમર્સને મંજૂરી

  • જોકે મોદી સરકારે આ વખતે લૉકડાઉનમાં કેટલીક છૂટછાટ આપી છે. આ છૂટને ધ્યાને રાખતા ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં કેટલીક પ્રકારની રાહત આપવામાં આવી છે. આ રાહતોમાં ઈ-કોર્મસને પણ છૂટની જાહેરાત કરવામાં આવી છે. ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં ઈ-કોમર્સને મંજૂરી આપવામાં આવી છે. આ ઝોનમાં બિન જરૂરી સામાનોની ઓનલાઇન ડિલીવરી પર છૂટ આપવામાં આવી છે.
  • ​ઑરેન્જ ઝોનમાં ટૅક્સી અને કેબ સેવાને અનુમતિ મળશે પરંતુ ડ્રાઈવરની સાથે એક જ યાત્રી સફર કરી શકશે.

Related posts

ઉત્તરપ્રદેશ : અયોધ્યામાં રામ મંદિરના પાયા ભરાવવાનું કામ શરૂ…

Charotar Sandesh

બીજી લહેર માટે પીએમ મોદી અને ચૂંટણી પંચ જ જવાબદાર : મમતા બેનરજી

Charotar Sandesh

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૦,૦૨૧ કેસ નોંધાયા, ૨૭૯ દર્દીનાં મોત…

Charotar Sandesh