Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૯૬,૬૮૨ કેસ, ૪૪૬ના મોત…

સતત ૬ દિવસથી દેશમાં ૪૦૦થી વધુ મોત નોંધાયા…

ન્યુ દિલ્હી : દેશમાં કોરોનાનો કહેર યથાવત છે. છતાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસ એક લાખની નીચે આવતા થોડી રાહત થઇ છે. મંગળવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા મુજબ દેશમાં એક દિવસમાં કોરોનાના નવા ૯૬,૯૮૨ કેસ નોંધાયા. જે ગઇકાલે નોંધાયેલા કેસ કરતા ઓછા છે.
સોમવારે દેશમાં ઓલ ટાઇમ હાઇ ૧,૦૩,૫૫૮ કેસ નોંધાયા હતા. દરમિયાન ૨૪ કલાકમાં દેશમાં ૫૦,૧૪૩ લોકો સાજા થયા. આ સમયગાળા દરમિયાન દેશમાં કોરોનાને પગલે ૪૪૬ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
દેશમાં હાલ કોરોના વાઇરસના ૭,૮૮,૨૨૩ કેસ છે. આ સાથે જ દેશમાં કુલ કેસની સંખ્યા ૧,૨૬,૮૬,૦૪૯ થઈ છે. બીજી તરફ કુલ ૧,૧૭,૩૨,૨૭૯ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાને પગલે અત્યારસુધી કુલ ૧,૬૫,૫૪૭ લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં હાલ સાજા થવાનો દર ૯૨.૫ ટકા છે, જ્યારે મોતનું પ્રમાણ ૧.૩ ટકા છે. દેશમાં અત્યારસુધી કુલ ૮.૩૧ કરોડ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે.
૮ માર્ચ પછીથી કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તે જ રીતે મૃત્યુઆંકમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. આ સમયમાં ૭ દિવસના રોજના નોંધાતા કેસ અને મૃત્યુઆંક બન્નેમાં લગભગ ૩૪૫%નો ઉછાળો નોંધાયો છે.
દરરોજ નોંધાતા મૃત્યુ (સરેરાશ સાત દિવસ)નો આંકડો ૮ માર્ચના રોજ ૯૬ હતો જે ૪ એપ્રિલે ૪૨૫ પર પહોંચી ગયો હતો, એટલે કે આ ૪.૫ ગણો વધ્યો છે, આ સમયગાળા દરમિયાન કેસમાં પણ ઉછાળો નોંધાયો છે.
આ પહેલાના ૪ અઠવાડિયા (૮ ફેબ્રુઆરીથી ૮ માર્ચ) દરમિયાન ૫૦% કેસમાં ઉછાળો નોંધાયો હતો પરંતુ મૃત્યુઆંક કાબૂમાં હતો. હાલ જે રીતે કેસ વધી રહ્યા છે તેની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યા છે.
પાછલા અઠવાડિયામાં (૨૯ માર્ચથી ૪ એપ્રિલ) ૨,૯૭૪ દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે, અહીં અગાઉના અઠવાડિયા (૧,૮૭૫) કરતા ૫૯% વધારો નોંધાયો છે. એટલે કે અગાઉના ૭ દિવસ કરતા પાછલા ૭ દિવસમાં ૧૦૦૦થી વધુ મૃત્યુઆંક નોંધાયા છે. ભારતમાં કોરોનાકાળ શરુ થયો તે પછીનો આ અઠવાડિયા દરમિયાનનો મૃત્યુઆંકનો મહાકૂદકો છે.
મહારાષ્ટ્રમાં નવા ૪૭,૨૮૮ કેસ નોંધાયા છે, રવિવારે નોંધાયેલા કેસ કરતા ૧૦,૦૦૦નો ઘટાડો નોંધાયો છે. છત્તીસગઢમાં મોટા ઉછાળા સાથે ૭,૩૦૨ નવા કેસ નોંધાયા છે. આ વર્ષે આ બીજુ રાજ્ય બન્યું છે કે જેણે એક દિવસમાં નવા કેસનો આંકડો ૭,૦૦૦ને પાર નોંધાવ્યો છે.

Related posts

પોતાની પત્નીને છોડી હોય તે અન્યની બહેન-પત્નીનો આદર કેવી રીતે શકે ઃ માયાવતી

Charotar Sandesh

જેઇઇ-નીટની પરીક્ષા નક્કી કરાયેલ તારીખ અને સમય પર જ લેવાશે : સુપ્રિમ

Charotar Sandesh

૨૪ કલાકમાં નવા ૩૬૦૦ પોઝિટિવ કેસ : વધુ ૮૭ લોકોના મોત…

Charotar Sandesh