Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં ૨૪ કલાકમાં ૩૩૯૦ પોઝિટિવ કેસ : ૧૦૩ લોકોના મોત… આંકડો ૫૬૦૦૦ને પાર…

કોરોના સંક્રમિતોનો આંકડો ૫૬૦૦૦ને પાર, ૧૯૦૦ લોકોના મોત…

છેલ્લા ૨૪ કલાકમાં ૧,૨૭૩ લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા…

ન્યુ દિલ્હી : સ્વાસ્થ્ય વિભાગે શુક્રવારે સવારે નવા આંકડા બહાર પાડ્યા હતા જેમાં કુલ કન્ફર્મ કેસની સંખ્યા ૫૬,૩૪૨ આવી છે. તે પૈકીના ૧,૮૮૬ લોકોના મોત થયા છે પરંતુ સદનસીબે ૧૬,૫૩૯ લોકો સાજા થયા છે. હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૩૭,૯૧૬ જેટલી છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૩,૩૯૦ કેસની પૃષ્ટિ થઈ છે અને ૧૦૩ લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧,૩૦૦થી વધારે લોકો કોરોનાથી સંક્રમિત આવ્યા છે અને તેમાં માત્ર મુંબઈના દર્દીઓની સંખ્યા ૬૮૦ છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણનો કુલ આંકડો ૧૭,૯૭૪ છે અને તેમાંથી માત્ર મુંબઈના કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા ૧૧,૩૯૪ છે. મુંબઈના ૪૩૭ દર્દીઓ સાથે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ ૬૯૪ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ તરફ દિલ્હીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને ૫,૯૮૦ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીમાં નવા ૪૪૮ કેસ સામે આવ્યા છે જે એક જ દિવસનો રેકોર્ડ સમાન આંકડો છે. ચોંકાવનારી વાત એ છે કે, દિલ્હીમાં માત્ર છ જ દિવસમાં ૨,૦૦૦ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
ગત ૩૦ એપ્રિલ સુધી દેશમાં કુલ કન્ફર્મ કેસની સંખ્યા ૩૩,૦૦૦ જેટલી હતી જે મે મહીનાના શરૂઆતના સાત દિવસોમાં જ વધીને ૫૬,૦૦૦ થઈ ગઈ છે. મતલબ કે, છેલ્લા સાત જ દિવસમાં નવા ૨૩,૦૦૦ કેસ સામે આવ્યા છે.
તે સિવાય ૩૦મી એપ્રિલ સુધીમાં કોરોનાના કારણે કુલ ૧,૦૫૭ લોકોના મોત થયા હતા જે આંકડો વધીને ૧,૮૮૬ થઈ ગયો છે. મતલબ કે, છેલ્લા સાત દિવસમાં વધુ ૮૦૦ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, કોરોનાના કારણે લોકો ઝડપથી સાજા થઈ રહ્યા છે તે રાહતના સમાચાર છે. ૩૦મી એપ્રિલ સુધીમાં આશરે ૮,૦૦૦ લોકો સાજા થયા હતા જે આંકડો હવે ૧૬,૦૦૦થી વધી ગયો છે. મતલબ કે, સાજા થનારા લોકોની સંખ્યામાં બમણો વધારો થયો છે.

Related posts

બોલીવુડ સિંગર કનિકા કપૂરને કોરોના પોઝીટીવ : ભારત આવ્યા બાદ બે આલીશાન પાર્ટી પણ કરી હતી…

Charotar Sandesh

ભાજપા પ્રદેશ અધ્યક્ષનું વિવાદિત નિવેદન, રાજીવ ગાંધીને ‘રાવણ’ કહ્યા

Charotar Sandesh

ભારતમાં ૫૦ ટકા લોકો માસ્ક પહેરતા નથી, સ્વાસ્થ્ય મંત્રાલયનો દાવો…

Charotar Sandesh