Charotar Sandesh
ઈન્ડિયા

દેશહિત માટે લોકોનો ગુસ્સો અને નારાજગી સહન કરવી પડે છે : વડાપ્રધાન મોદી

પ્રધાનસેવક બાદ મોદી બન્યા ૧૩૦ કરોડ ભારતીયોના એજન્ટ…

– એસોચેમના કાર્યક્રમના મંચ પરથી મોદીએ નાગરિકતા કાયદા સામેના વિરોધનો આપ્યો આડકતરો જવાબ
– ૭૦ વર્ષની ટેવ બદલવામાં સમય લાગે છે,કોંગ્રેસના શાસનમાં જીડીપી ૩.૫ ટકા હતી, છેલ્લાં પાંચ વર્ષમાં દેશ મજબૂત બન્યો
– એફડીઆઇનો બીજો અર્થ જે હું કહું છુ, ’ફર્સ્ટ ડેવલોપ ઇન્ડિયા’
– અગાઉની સરકારોએ દેશ બરબાદ કર્યો અમે આબાદ કરી અને સમૃધ્ધ કર્યું

ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે દેશની મુખ્ય ઉદ્યોગ સંસ્થા એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ (એસોચેમ)ના ૧૦૦ વર્ષ પુરા થયા હોવા નિમીતે આયોજિત એક બેઠકને સંબોધતા એવો દાવો કર્યો હતો કે ૫-૬ વર્ષ પહેલાં (યુપીએના કાર્યકાળમાં) દેશની આર્થિક હાલત સાવ તળિયે ગઇ હતી. દેશ આર્થિક બરબાદી તરફ જઇ રહ્યો હતો. અને તેમની સરકારે માત્ર અર્થવ્યવસ્થાને બરબાદ થતી માત્ર રોકવાનું જ કામ કર્યું એવું નથી પરંતુ તેમાં આર્થિક શિસ્ત લાવવાનો પણ પુરેપુરો પ્રયાસ કર્યો છે. અને આજે ભારત ૫ ટ્રીલિયન ડોલરના અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે એમ કહને તેમણે કહ્યું કે, લોકોના ગુસ્સો અને આક્ષેપોનો સામનો કર્યા વિના આવી સફળતા મેળવવામાં આવી નથી. તેમણે સરકારની કામગીરીના વિરોધીઓને જડબાતોડ જવાબ આપતાં પ્રહારો કર્યો કે “અમને કહેવામાં આવ્યું છે અને અમારી એવી ટીકા પણ થાય છે કે અમે કોર્પોરેટ જગતના એજન્ટ છીએ. પરંતુ હું એવા લોકોને કહેવા માંગુ છું કે અમે ભારતની ૧૩૦ કરોડની વસ્તીના એજન્ટ છીએ. જો કે આ અગાઉ મોદી પોતાને દેશના પ્રધાનસેવક ગણાવ્યાં હતા.
વડા પ્રધાન મોદીએ શુક્રવારે એક ભાષણમાં એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પર રોકાણકારોને તેમના લાંબા ગાળાના રોકાણ અંગે આશ્વાસન આપતા કહ્યું હતું કે ચિંતા ના કરશો, ભારતીય અર્થતંત્ર આર્થિક મંદીમાંથી વધુ મજબૂત બનીને બહાર આવશે. ભારતની અર્થવ્યવસ્થા નક્કી કરાયેલા નિયમો પ્રમાણે ચાલે તેના માટે અમે આધારભૂત અને ચોતરફા નિર્ણયો કર્યા છે. આપણે પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યા છીએ, એમ પણ તેમણે ઉમેર્યું હતું.

સંશોધિત નાગરિકતા કાયદા સામે દેશમાં ચાલી રહેલી વિરોધ ધમાલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે દિલ્હીનાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન મોદીએ દેશની અર્થવ્યવસ્થાને બરબાદીમાંથી બહાર લાવવામાં લોકોનો ઘણો ગુસ્સો સહન કરવો પડે છે. ઘણા લોકોની નારાજગી સહન કરવી પડે છે, આ ઉપરાંત અનેક આરોપોનો સામનો કરવો પડે છે.” એમ કહીને આડકતકરી રીતે નાગરિકતા કાયદા સામેના વિરોધની બાબતને સાંકળવાનો પ્રયાસ કરીને તેમની સરકારના એક સારા નિર્ણયની સામે વિરોધ થઇ રહ્યો હોવાની પોતાની હૈયાની વાત આ કાર્યકર્મના મંચ પરથી રજૂ કરી હોવાનું સૂત્રોએ તારણ કાઢતા કહ્યું હતું.

“હું બેન્કિંગ અને કોર્પોરેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા દરેકને કહેવા માંગુ છું કે જૂની નબળાઈઓ દૂર થઈ ગઈ છે. બહાદુરીથી નિર્ણય લો, ખુલ્લેઆમ રોકાણ કરો અને સારી રીતે ખર્ચ કરો અને આગળ વધો,” મોદીએ ઉદ્યોગની લોબી એસોચેમ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું .

મોદીએ કહ્યું કે,‘સો વર્ષની યાત્રાનો અર્થ આપ સૌએ ત્રણ સદીના દર્શન કર્યા. ભારતનું આઝાદી આંદોલન જોયુ છે અને આઝાદ ભારતને પણ જોયું છે. ભારતની વિકાસ યાત્રાનો જે ઈતિહાસ રહ્યો છે, તેની સાથે તમારી સંસ્થાગત યાત્રાનો પણ એક સહયાત્રી તરીકેનું યોગદાન રહ્યું છે. આજે દેશની સરકાર ખેડૂત, મજૂર, વેપારીઓ અને ઉદ્યોગ જગતને સાંભળે છે અને તેમની જરૂરિયાતોને સમજે છે’

મોદીએ કહ્યું કે, ‘ભારતની અર્થવ્યવસ્થાને બમણી કરવા માટે અમારા પ્રયાસ દિલ્હી સુધી સિમીત નથી. તેના માટે અન્ય રાજ્યોમાં પણ નિર્માણ સહિત અન્ય વિકાસ કાર્ય કરાઈ રહ્યા છે. અર્થવ્યવસ્થા અંગે આજે જે ચર્ચાઓ ચાલી રહી છે,હું બધું જાણું છું. પરંતુ હું તેમને પડકારતો નથી. દરેક વાતમાં પોઝિવીટ વાત જ શોધું છું અને તેની સાથે જ આગળ વધું છું. આ ચર્ચાઓ વચ્ચે એ પણ જોવું પડશે કે પહેલાની સરકારમાં એક તૃતાંઉશમાં ય્ડ્ઢઁની પરિસ્થિતિ બહું ખરાબ હતી. ત્યારે જીડીપી ૫.૭૬% ગગડી ગયો હતો. હું એ વાતમાં નથી પડતો કે તે સમયે લોકો શા માટે ચુપ હતા. દેશની અર્થવ્યવસ્થામાં પહેલા પણ ઉતાર ચઢાવ આવ્યા પણ દેશમાં એ શક્તિ છે કે તેવી પરિસ્થિતીમાંથી બહાર નીકળી શકે. દેશ હંમેશા નવી શક્તિ અને વિકાસ સાથે બહાર આવે જ છે.’

પીએમ મોદીએ કહ્યું કે, “૨૦૨૦ની સાથે નવો દશકો સૌ માટે સુખ-સમૃદ્ધિ લાવે તે માટે શુભકામના. ૫ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાની વાત અચાનક નથી આવી. છેલ્લા ૫ વર્ષથી દેશ મજબૂત થયો છે તેથી જ આ માટે આવા લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે.

Related posts

પીએમ મોદીને યુએઈનો સર્વોચ્ચ નાગરીક એવોર્ડ એનાયત કરાયો…

Charotar Sandesh

કોરોના બેકાબુ : દેશમાં સંક્રમિત કુલ દર્દીઓ ૬૬ લાખને પાર… ૯૦૩ દર્દીનાં મોત…

Charotar Sandesh

મહારાષ્ટ્રમાં ભયજનક સ્થિતિ, ઠાકરેએ મોદીને ફોન કરી કહ્યું- ઓક્સિજનની તાતી જરૂર…

Charotar Sandesh