Charotar Sandesh
ઈન્ડિયા

ધમકીઓ બાદ સીરમના અદાર પૂનાવાલાને સરકારે આપી ‘વાય’ શ્રેણીની સુરક્ષા…

ન્યુ દિલ્હી : સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા ના સીઈઓ અદાર પૂનાવાલાને ’સંભવિત ખતરા’ને ધ્યાનમાં રાખી દેશભરમાં ’વાય’ શ્રેણીની સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યુ કે, ખતરાને જોતા પૂનાવાલાને સુરક્ષા આપવામાં આવી છે. તેમને ધમકીઓ મળી રહી હતી. હવે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ ના સશસ્ત્ર કમાન્ડો દરેક સમયે પૂનાવાલાની સાથે રહેશે અને તે કારોબારીની સાથે ત્યારે પણ રહેશે જ્યારે તે દેશના કોઈ ભાગની યાત્રા પર હશે. અધિકારીઓએ જણાવ્યુ કે, વાઈ શ્રેણીની સુરક્ષા હેઠળ પૂનાવાલાની સાથે આશરે ૪-૫ કમાન્ડો રહેશે.
પુણે સ્થિત એસઆઈઆઈમાં સરકાર તથા નિયમન કાર્યના ડાયરેક્ટર પ્રકાશ કુમાર સિંહે ૧૬ એપ્રિલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખીને પૂનાવાલાને સુરક્ષા આપવાનો આગ્રહ કર્યો હતો, ત્યારબાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે.
ભારતમાં લગાવવામાં આવીવ રહેલી બે કોરોના વિરોધી રસીમાંથી કોવિશીલ્ડનું ઉત્પાદન એસઆીઆઈ કરી રહ્યું છે. પોતાના પત્રમાં સિંહે કહ્યુ હતુ કે કોવિડ-૧૯ રસીની આપૂર્તિને લઈને વિભિન્ન સમૂહોથી પૂનાવાલાને ધમકીઓ મળી રહી છે.
સિંહે તે પણ કહ્યુ હતુ કે, અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉર્જાવાન નેતૃત્વમાં ભારત સરકારની સાથે ખભાથી ખભો મેળવી કોરોના મહામારી વિરુદ્ધ લડી રહ્યા છીએ.
સીરમ ઈન્સ્ટિટ્યુટે કોવિશીલ્ડ વેક્સિનની કિંમતમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે. પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ પોતાની કોવિડ-૧૯ વેક્સિન કોવિશીલ્ડની રાજ્યો માટે ૪૦૦ રૂપિયા પ્રતિ ડોઝ કિંમત નક્કી કરી હતી. હવે તેમાં ઘટાડો કરી ૩૦૦ રૂપિયા પ્રતિ ડોઝ કરી દેવામાં આવી છે. કંપ્નીના સીઈઓ અદાર પૂનાવાલાએ આ સંબંધમાં જાહેરાત કરી છે.

Related posts

પેટ્રોલ-ડિઝલ પર એક્સાઇઝ ડ્યૂટી લગાવીને ૯૪,૧૮૧ કરોડનો રેકોર્ડ ટેક્સ વસૂલ્યો

Charotar Sandesh

છોકરીઓ બગડી છે તો તેના પાછળ તેમની માતાઓ જ જવાબદાર છે : મીના કુમારી

Charotar Sandesh

ગણેશોત્સવમાં મોટો હુમલા કરવાનો ધમકી ભર્યો ફોન આવ્યો : મુંબઈ પોલીસ એલર્ટ

Charotar Sandesh