ધારાસભ્યના કોટામાંથી ૧૦ લાખ અને સાંસદના કોટામાંથી રપ લાખની ગ્રાન્ટ ફાળવવા જણાવાયું…
વડોદરા : ડભોઈ ખાતે તાલુકાની મોટી રેફરલ હોસ્પિટલ હોવા છતાં કોરોના કે કોઈ મહામારી ભર્યા કેસો ઉદ્ભાવે તો હોસ્પિટલ પાસે તબીબ માટેની આધુનિક સેફ્ટી કિટ કે શૂટ નથી, તે લઈને ચિંતિત દર્ભીવતિના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) દ્વારા પોતાના સ્વખર્ચે પ શૂટ કિટો આરોગ્ય વિભાગને આપવામાં આવી હતી.
કોરોના વાઈરસ સામે ચાલી રહેલી લડત માટે ૧૦ લાખ રૂપિયાની ગ્રાન્ટ ધારાસભ્યના કોટાની તો વળી રપ લાખ રૂપિયાની ગ્રાન્ટ સાંસદના કોટામાંથી સત્વરે આપવા જાહેર કરી દેવામાં આવ્યું હતું.
ડભોઈ ખાતે કોરોના વાયરસનો સંક્રમિત દર્દી ડભોઈ ખાતે કદાચ મળી આવે તો હાલ આરોગ્ય વિભાગ પાસે આધુનિક ટેક્નિકલ પ્રોેટેક્શન શુટ ન હતા, જેને લઈને તબીબો ચિંતિત હતા તેવા સમયે બે દિવસ અગાઉ જ દર્ભાવતિનાં ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા સમગ્ર તંત્રની સામુહીક મિટીંગ સરકારનાં કહેવાથી બોલાવવામાં આવી હતી. તે સમયે આરોગ્ય વિભાગે પોતાની પાસે આવા શુટ નથીની ચિંતા વ્યક્ત કરતાં ધારાસભ્ય દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગમાં પણ ફોન કરી કિટ માટે વાત કરતાં જિલ્લામાં પણ કિટ પુરતી નથીનું જાણવા મળતાં ધારાસભ્ય સત્વરે આ કીટ પોતે બે દિવસમાં ડભોઈ આરોગ્ય વિભાગને આપવા જણાવી દીધું હતું અને મુુંબઈ ખાતેથી આવી પ કિટો મંગાવી આજરોજ ડભોઈ આરોગ્ય વિભાગને સુપ્રત કરવામાં આવી એટલું જ નહીં હાલ આવી કોરોનાની મહામારી સામે લડવા બીજા તંત્રો પાસે પણ આર્થિક સધ્ધરતાં નથી. આવા સમયે તેઓએ પોતાની ગ્રાન્ટમાંથી ૧૦ લાખ તથા સાંસદને પણ ટેલિફોનિક વાત કરી રપ લાખની ગ્રાન્ટ તેઓમાંથી ફાળવી આપવા જણાવવામાં આવ્યું હતું.
- Ravi Patel, Vadodara