Charotar Sandesh
આર્ટિકલ ધર્મ ધર્મ ભક્તિ

ધાર્મિક માન્યતા મુજબ સૂર્યનું ઉત્તર દીશા તરફ પ્રયાણ એટલે ઉત્તરાયણ…

ત્રીજી સદીમાં ચીનમાં પતંગની શોધ થઇ…

પતંગ ૨૩૦૦ વર્ષના ઇતિહાસમાં વિવિધ માન્યતાઓ પરંપરાઓ અને અંધવિશ્વાસોની વાહક પણ રહી છે…

કહેવાય છે કે ઇસા પૂર્વ ત્રીજી સદીમાં ચીનમાં પતંગની શોધ થઇ હતી. પતંગ બનાવવા માટે જરૂરી સામગ્રી જેવી કે પતંગ ઉડાડવા માટેનો મજબૂત દોરો, તેને અનુરૂપ હલ્કુન ને મજબૂત વાંસ તથા રેશમનું કપડુ ચીનમાં ઉપલબ્ધૂ હતું. દુનિયાની પ્રથમ પતંગ એક ચીની દાર્શનિક મોડીએ બનાવી હતી. આ ચીન પછી પતંગનો ફેલાવો જાપાન, કોરીયા, થાઇલેન્ડુ, બર્મા, ભારત, અરબ, ઉત્તર આફ્રિકા સુધી થયો. પતંગ ઉડાડવાનો શોખ દુનિયાના અનેક ભાગોમાં થઇ ભારતમાં પહોચ્યોે અને ભારતની સંસ્કૃરતિ અને સભ્ય તામાં વણાઇ ગયો.
ઉતરાયણ એટલે સૂર્યનું ઉત્તર દીશામાં પ્રયાણ થવુ, આ દિવસે પવિત્ર હોઇ નદીઓમાં સ્નાતન કરવું , ગરીબોને દાન આપવાની પરંપરા ચાલતી આવી છે. અન્ય્‌ દેશોમાં પતંગ ૨૩૦૦ વર્ષના ઇતિહાસમાં વિવિધ માન્યંતાઓ પરંપરાઓ અને અંધવિશ્વાસોની વાહક પણ રહી છે. માનવીની આકાંક્ષાઓને આકાશની ઉંચાઇઓ સુધી લઇ જનારી પતંગ કયાંક અપશુકનની કે પછી કયાંક ઇશ્વર સુધી પોતાનો સંદેશ પહોંચાડવાના માધ્યવમના રૂપમાં પ્રતિષ્ઠિ ત છે.
ચીનમાં કિંગ રાજવંશના શાસક દરમ્યાયન પતંગ ઉડાડીને તેને અજ્ઞાત છોડી દેવાને અપશુકન માનવામાં આવતું. તદઉપરાંત કપાયેલી પતંગને પકડવી કે ઉઠાવવાને પણ અપશુકન માનવામાં આવતું. પતંગ ધાર્મિક આસ્થાનઓના પ્રદર્શનનું પણ માધ્ય મ રહી છે. થાઇલેન્ડપના લોકો પોતાની પ્રાર્થના ભગવાન સુધી પહોચાડવા માટે વર્ષા ઋતુમાં પતંગ ઉડાડતા. કોરીયામાં પતંગ પર બાળકોના નામ અને તેની જન્મે તારીખ લખી ઉડાડવામાં આવતી કે જેથી એ વર્ષે બાળક સાથે સંકળાયેલું દુર્ભાગ્યમ પતંગની સાથે જ ઉડીજાય.
પતંગ સાથે હવામાનની થર્મોમીટર મીટર જોડીમાહિતી મેળવવા આગાહી અને અભ્યાસસ કરવા ઉપરાંત ડેલ્ટાપ યુનિ ઓફ ટેકનોલોજી દ્વારા એક પ્રોજેકટ હેઠળ ૧૦૨ દ્બ ના પતંગ દ્વારા ૧૦ કિલોવોટ સુધીની ઉર્જા ઉત્પાદિનનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યોર છે. આ અંગે જે વિસ્તાારોમાં હવાનો તેજ પ્રવાહ હોય તેવા વિસ્તાારોમાં પતંગની દોરી સાથે ટર્બાઇનની મુવમેન્ટ જોડીને ઉર્જા ઉત્પાંદન ક્ષેત્રે સંશોધન પ્રયાસોની સતત પ્રયાસો હાથ ધરાઇ રહયા છે.

Related posts

પંચકોશી નર્મદા પરિક્રમા : ઉત્તર વાહિની પરિક્રમા શું છે ? ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનું મહત્વ શું છે ?

Charotar Sandesh

કારતક વદ તેરસ એટલે સંત જ્ઞાનેશ્વરની પુણ્યતિથિ…

Charotar Sandesh

“આવનારી ચૂંટણીમાં મતદાતાઓએ જન ‘સેવક’ ની પરિભાષાઓ સમજવી પડશે….?”

Charotar Sandesh