Charotar Sandesh
સ્પોર્ટ્સ

ધોનીની ક્લિપ્સ જોઈ તેનાથી બેટિંગ શીખવાની કોશિશ કરૂ છુંઃ મહમુદુલ્લા

નવી દિલ્હી : બાંગ્લાદેશી ક્રિકેટર મહમુદુલ્લાહએ એમએસ ધોનીની પ્રસંશા કરી છે, અને આશા વ્યક્ત કરી છે કે, તે પણ ક્યારેય ધોનીની કેપ્ટનશીપની બરાબરી કરી શકશે. બાંગ્લાદેશી ઓલરાઉન્ડર ખેલાડીએ કહ્યું કે, તે ધોનીને ક્લિપ્સ જુએ છે અને તેનાથી બેટિંગ શીખવાની કોશિશ કરે છે.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન મહમુદુલ્લાહએ કહ્યું કે, ધોની જેવી રીતે માહોલને કન્ટ્રૉલ કરે છે, તેને તે ખુબ ગમે છે. એકબાજુ જ્યાં તે પાંચમા, છઠ્ઠા નંબર પર આવીને બેટિંગ કરે છે તો ત્યાં હુ ખાલી બેસી રહુ છું. હું તેની ઇનિંગ જોવાની કોશિશ કરુ છુ, જેટલીવાર હુ તેની રમત જોઉં છુ હું તેનાથી કંઇક શીખવાની કોશિશ કરુ છુ.
ધોનીની જેમ જ મહમુદુલ્લાહએ પણ પોતાની ટીમ માટે કેટલીય મેચો જીતાડી છે, મીડલ ઓર્ડર બેટ્‌સમેન રહીને મહમુદુલ્લાહને લાગે છે કે તેને ટીમ પરથી દબાણ ઓછુ કરવુ જોઇએ. મહમુદુલ્લાહએ કહ્યું કે વનડેમાં ૫૦થી વધુની એવરેજ અને ૯૦થી વધુનો સ્ટ્રાઇક રેટ આ વાતનો સાક્ષી છે, કે ધોની કેટલો મોટો બેટ્‌સમેન છે, તેને ક્રિકેટના ખેલાડીઓ પર મોટો પ્રભાવ પાડ્યો છે.

Related posts

સેહવાગની બાપ-બેટાની કોમેન્ટ પર અખ્તરે કહ્યું- તો તેને ગ્રાઉન્ડ અને હોટેલમાં મારતો

Charotar Sandesh

સ્મિથે ૧૨૧ ઇનિંગમાં ૨૬ સદી ફટકારી તેંડુલકરને પાછળ છોડ્યા…

Charotar Sandesh

સીએસકેથી સારી ટીમ અને ધોનીથી બેસ્ટ કોઇ કેપ્ટન હોઈ ન શકે : પીયુષ ચાવલા

Charotar Sandesh