મુંબઈ,
’ધ કપિલ શર્મા શો’નો હોસ્ટ તથા કોમેડિયન કપિલ શર્મા પત્ની ગિન્ની માટે શોમાંથી બ્રેક લેવાનો છે. કપિલ શર્મા પત્ની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે વેકેશન પર જવાનો છે. કપિલ શર્માની પત્ની હાલમાં પ્રેગ્નન્ટ છે અને તેથી જ કપિલ શોમાંથી બ્રેક લેવાનો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કપિલ શર્મા તથા ગિન્ની ૧૦ દિવસ માટે કેનેડા જશે. કપિલ શર્માએ ૨૩ જુલાઈથી ૩ ઓગસ્ટ સુધી શોમાંથી બ્રેક લીધો છે. ગિન્નીને હાલમાં ચોથો મહિનો જાય છે. રજા પરથી પરત આવ્યા બાદ કપિલ તરત જ શોનું શૂટિંગ શરૂ કરશે. રજા પર જતા પહેલાં કપિલ શર્મા એડવાન્સમાં શોનું શૂટિંગ કરશે.
કપિલ શર્મા તથા ગિન્નીએ ગયા વર્ષે ૧૨ ડિસેમ્બરે જલંધરમાં લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ કપિલે અમૃતસર, દિલ્હી તથા મુંબઈમાં રિસેપ્શન આપ્યું હતું.