Charotar Sandesh
ગુજરાત

નર્મદા ડેમનાં ૨૩ દરવાજા ખોલાતા વડોદરા, ભરૂચ જિલ્લાના કિનારાના ગામો એલર્ટ પર…

૨૩ ગેટમાંથી ૩ લાખ ૬૫ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાય રહ્યું છે…

નર્મદા : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા ૯ દિવસથી સતત વધારો નોંધાઇ રહ્યો છે.હાલ નર્મદા ડેમના ૨૩ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં ૫ લાખ ક્યુસેક પાણી ઓમકારેશ્વર ડેમમાં છોડવામાં આવ્યું છે. ૨૩ ગેટ ખોલવાની ફરજ પડી છે. ૨૩ ગેટમાંથી ૩ લાખ ૬૫ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાય રહ્યું છે. ત્યારે નર્મદા ડેમની જળ સપાટી ૧૩૧.૨૫ મીટર પર પહોંચી છે. સતત વધતી જળ સપાટીને કારણે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડૉ. રાજીવ ગુપ્તા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સરદાર સરોવરનાં ૩૦ રેડિઅડ દરવાજા છે
જેનું વજન ૪૫૦ ટન્સ છે. એટલે ૧૫૦ હાથીઓનું વજન ભેગુ કરીએ તો એક દરવાજાનું વજન થાય. સરદાર સરોવર ડેમની નીક (સ્પીલવે) પર ૪૫૦૦ હાથી બેઠા હોય, જેની વૉટર ડિસ્ચાર્જ કેપેસિટી ૩૦ લાખ ક્યુસેક છે. નર્મદા ડેમની જળસપાટીમાં થોડા દિવસથી સતત વધારો થઈ રહ્યો છે, બીજી તરફ ઉપરવાસમાંથી પણ પાણી છોડાઈ રહ્યું છે. એવામાં રિવરબેડ પાવરહાઉસના પાંચ ટર્બાઈનો શરૂ કરવામાં આવ્યા હતા. સાથે જ ડેમમાંથી પાણી છોડાતા નદી ફરી બંને કાઠે વહેતી થઈ હતી. જેના પગલે ગરુડેશ્વર વિયર કમ કોઝવે છલકાઈ ગયો હતો. આ બાદ નર્મદાના નદી કાંઠાના ગામમાં રહેતા લોકોને સાવધાન કરવામાં આવ્યા હતા.
નર્મદા નદીમાં પાણી છોડાતા તીર્થધામ ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના ૪૦ પગથીયા પાણીમાં ગરકાવ થયા છે. વિપુલ પ્રમાણમાં બે કાંઠે વહેતી નર્મદાનો નયનરમ્ય નજારો જેવા પર્યટકો ઉમટી પડ્યા છે. યાત્રિકો બોટીંગ દ્વારા નર્મદા વિહારનો આનંદ લઇ રહ્યા છે. આ સીઝનમાં પહેલીવાર ગરુડેશ્વર વિયર છલકાયો છે. જ્યારે આ પહેલા જૂન મહિનામાં ચોમાસા પહેલા સરદાર સરોવર ડેમને ખાલી કરવાનો હોઈ ૬ ટર્બાઈનો શરૂ કરીને ૫૦ હજારથી વધારે ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. તે સમયે પણ ગરુડેશ્વર વિયર છલકાઈ ગયો હતો. ડેમમાં પાણીની સારી એવી આવક થતા વર્ષ દરમિયાન ગુજરાતને તેમાંથી પૂરતું પાણી મળતું રહેશે અને ખેડૂતો પણ અન્ય સીઝનમાં સારો એવો પાક લઈ શકશે.

Related posts

રાજ્યમાં બે દિવસમાં હાર્ટ એટેકથી ૫નાં મોતથી ખળભળાટ, રંગીલા રાજકોટમાં ભયાનક ખૌફ

Charotar Sandesh

પંચાયત-મહાપાલિકાની ચૂંટણી નવેમ્બરમાં નિર્ધારિત સમયે યોજાશે…

Charotar Sandesh

રૂપાણી સરકારે ઉત્તરાયણમાં ઢીલ ન આપી : ના ડીજે, ના દોસ્તો, પરિવાર સાથે જ ઉજવી શકાશે ઉત્તરાયણ…

Charotar Sandesh