અહેવાલ મુજબ નર્મદાના પાણી મામલે ગુજરાત અને મધ્ય પ્રદેશ આમને-સામને આવી ગયાં છે. પાણીને લઈને ફરી વિવાદ શરૂ થયો છે…
મધ્ય પ્રદેશે કહ્યું છે કે ગુજરાત અને કેન્દ્ર સરકાર જ્યાં સુધી વિસ્થાપિતોના પ્રશ્રોનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી તેઓ નર્મદામાં પાણી નહીં છોડે. જે મામલે ગુજરાતે પણ મધ્ય પ્રદેશને વળતો જવાબ આપ્યો છે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે પાણીના નામે મધ્ય પ્રદેશ ધમકીઓ આપવાનું બંધ કરે. પત્રકારો સાથે વાત કરતાં રૂપાણીએ કહ્યું કે હાલ ચોમાસું મોડું થયું છે, ત્યારે આ રીતે નર્મદા પર રાજકારણ કરવું અયોગ્ય છે.
તેમણે કહ્યું કે નર્મદા મામલે થયેલી સમજૂતી પ્રમાણે મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને પાણીની વહેંચણીનો નિર્ણય લેવાયો છે. જેમાં ફેરફાર કરવાનો કોઈને અધિકાર નથી.