USA : અમેરિકામાં નવા વર્ષની ઉજવણી કરવા માટે કરવામાં આવેલ ફાયરિંગમાં બે લોકોના મોત થઈ ગયા. આ ફ્લોરિડાના એક ક્લબની ઘટના છે. તે સમયે ત્યાં અઢી હજારથી વધારે લોકો હતો. સંદિગ્ધ ઘટના સ્થળથી ફરાર થઇ ગયો જેની અધિકારીઓ શોધ કરી રહ્યાં છે.
તો બીજી તરફ અમેરિકાના જ ઓમાહામાં થયેલ ગોળીબારીની અન્ય એક ઘટનામાં પણ બે લોકોના મોતના સમાચાર મળી રહ્યાં છે. ઓમાહા પોલીસના ડિપ્ટી ચીફ સ્કોટ ગ્રેએ જણાવ્યું કે, નવા વર્ષના પૂર્વ સંધ્યાએ પોલીસ અધિકારીઓને એવન્સ ટાવર નામના એક રહેણાંક સંકૂલમાં બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન પરિસરમાં બે અધિકારીઓ અને એક હથિયારબંધ વ્યક્તિ વચ્ચે અથડામણ થઇ ગઈ હતી.
પોલીસ અનુસાર ફાયરિંગ ક્યા કારણસર શરૂ થઇ તેની હજું ખબર પડી નથી. એક અધિકારીને પગમાં ગોળી લાગ્યા પછી હથિયારબંધ વ્યક્તિને શૂટ કરી દેવામાં આવ્યો હતો. તે પછી પોલીસને એક એપાર્ટમેન્ટમાં એક મહિલા મૃત અવસ્થામાં મળી. પોલીસ બધી જ ઘટનાઓની તપાસ કરી રહી છે. અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ સામાન્ય છે અને નિયમિત સમય પર તે સમાચારમાં ચમકતી રહેતી હોય છે. આના પાછળનું કારણ દેશના નબળા હથિયાર કાનૂનોને માનવામાં આવે છે. ઘણા સમયથી દેશની ‘બંદૂક સંસ્કૃતિ’ પર લગામ લગાવવાની કોશિષ થઇ રહી છે પરંતુ અત્યાર સુધીમાં સફળતા મળી શકી નથી.
- Nilesh Patel