Charotar Sandesh
Live News ઈન્ડિયા રાજકારણ

નાણામંત્રી નિર્મલા સિતારામનનું એલાન : મહિલાઓને મુદ્રા હેઠળ ૧ લાખની લોન : જનધન હેઠળ ૫૦૦૦નો ઓવરડ્રાફટ

નાણામંત્રી નિર્મલા સિતારામનનું એલાન : જે મહિલા વેરીફાઈડ મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપની સભ્ય હશે તેને જ ઓવરડ્રાફટની સુવિધાનો લાભ મળશે…

નવી દિલ્હી,

નાણામંત્રી નિર્મલા સિતારામને પોતાના બજેટ ભાષણમાં એલાન કર્યુ છે કે, જનધન ખાતુ રાખનાર મહિલાઓને ઓવરડ્રાફટની સુવિધા આપવામાં આવશે જો કે આ સુવિધા એવી મહિલાઓને જ મળશે કે જે કોઈ વેરીફાઈડ મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ (એસએચજી)ની સભ્ય હશે. આ સુવિધાથી મહિલાઓને નાનો કારોબાર એટલે નાનો વ્યવસાય શરૂ કરવામાં મદદ મળશે.

નાણામંત્રીએ કહ્યુ હતુ કે સરકારની નીતિઓ માત્ર મહિલાઓ કેન્દ્રીત જ નથી પરંતુ આગળ જઈને મહિલાઓના નેતૃત્વની વાત કરે છે. આ ક્રમમાં વેરીફાઈડ મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓને જનધન બેન્ક ખાતા થકી ૫૦૦૦ રૂ.નો ઓવરડ્રાફટ મળશે. તેમણે કહ્યુ હતુ કે, સરકાર નારી સે નારાયણી પર ભાર મુકશે કે જેથી મહિલાઓની ભાગીદારી અને ભૂમિકા વધે. આના સૂચન આપવા એક કમીટી રચવામાં આવશે. તેમણે કહ્યુ હતુ કે મહિલાઓને ૧ લાખ રૂપિયાની મુદ્રા લોન પર આપવામાં આવશે. અર્થવ્યવસ્થામાં મહિલાઓનુ યોગદાન મહત્વનુ છે.

Related posts

મહારાષ્ટ્રના સ્વરાજ્ય પર સર્જિકલ સ્ટ્રાઈલ કરાઈ : ઉદ્ધવ ઠાકરે

Charotar Sandesh

વાત કરોડોની, દુકાન પકોડાની અને સંગત ભગોડાનીઃ PM મોદી પર સિદ્ધુના ચાબખા

Charotar Sandesh

દિલ્હીની હવા ખતરનાક સ્તરે : સિગ્નેચર બ્રિજ દેખાવાનો બંધ થયો…

Charotar Sandesh