મુંબઈ : બોલિવૂડ અને હોલિવૂડમાં ધૂમ મચાવનાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા છેલ્લા અમુક દિવસોથી તેની આવનારી ફિલ્મ ‘ધ સ્કાઇ ઇઝ પિંક’નું પ્રમોશન કરી રહી છે. આ ફિલ્મમાં પ્રિયંકા ફરહાન અખ્તર અને જાયરા વસીમ જેવા સ્ટાર્સ સાથે નજરે આવશે. આ ફિલ્મના પ્રમોશનના કારણે પ્રિયંકા હાલ ભારતમાં છે.
આ દરમિયાન પ્રિયંકાએ એક ઇન્ટરવ્યૂમાં તેના પતિ નિક જોનાસને લઈ એક મોટો ખુલાસો કર્યો છે. ઇન્ટરવ્યૂમાં જ્યારે પ્રિયંકાને પૂછવામાં આવ્યું કે નિક તને મિસ કરે છે ત્યારે શું કરે છે. તો પ્રિયંકાએ સવાલનો જવાબ આપતા કહ્યું કે નિકે એક દિવસ પ્રિયંકાની ફિલ્મ ‘મેરીકોમ’ જોવાનો નિર્ણય કર્યો હતો અને ફિલ્મ જોયા બાદ નિકે પ્રિયંકાને ફોન કર્યો અને કહ્યું કે,‘પ્રિયંકા હું તમે મિસ કરું છું. તો હું તારી ફિલ્મ જોઈ રહ્યો છું.’ પ્રિયંકાએ કહ્યું કે તેને નિકનો આ અંદાજ ઘણો સ્વીટ લાગ્યો હતો.
મીડિયા રિપોર્ટ મુજબ પ્રિયંકાએ કહ્યું કે,‘અમે બન્ને એક-બીજાની પ્રોફેશનલ લાઇફ વિશે વધુમાં વધુ એક્સપ્લોર કરવાની કોશિશ કરી રહ્યા છે. પહેલા અમને એક બીજાના પ્રોફેશન વિશે વધુ અંદાજો નહોતો. હવે અમે બન્ને એક-બીજાના પ્રોફેશનથી સંકળાયેલ વસ્તુઓમાં ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છીએ.’ આપને જણાવી દઈએ કે પ્રિયંકાની ફિલ્મ ‘ધ સ્કાઇ ઇઝ પિંક’ ૧૧ ઓક્ટોબરે રિલીઝ થશે.