Charotar Sandesh
ઈન્ડિયા

નિયમિત જીએસટી ભરતાં વેપારીઓને એક કરોડની લોન અપાશે…

ન્યુ દિલ્હી : જીએસટી રિટર્ન દાખલ કરનારા કારોબારીઓને બેન્ક કોઈ પણ જાતની નાણાકીય લેવડ-દેવડ માગ્યા વગર એક કરોડ રૂપિયાની લોન આપશે. સરકાર આ અંગેની તૈયારી કરી રહી છે. મળી રહેલી જાણકારી અનુસાર કારોબારને વધારવા માટે આ લોન આપવામાં આવશે. બેન્કો દ્વારા આવેલા આ પ્રસ્તાવને નાણા મંત્રાલયની પણ સહમતિ મળી ચૂકી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે થયેલી બેન્ક અધિકારીઓની બેઠકમાં ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સના અધિકારીઓએ આ પ્રસ્તાવ રાખ્યો હતો. નાણામંત્રીએ તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવા માટે તુરંત મંજૂરી આપી દીધી છે. અધિકારીઓએ કહ્યું કે બાદમાં આ પ્રોજેક્ટને તમામ બેન્કોમાં લાગુ કરી દેવામાં આવશે.
પ્રસ્તાવ અનુસાર વડાપ્રધાન મુદ્રા યોજના હેઠળ કરજ આપવામાં આવશે. કારોબારી, નોકરીયાત, કોઈ કંપની અથવા ફર્મ તથા કાનૂની રીતે ચાલતાં કોઈ પણ કારોબાર માટે ઓવરડ્રાફટ સુવિધા મળશે. આ માટે જરૂરી છે કે તેનું પાછલા છ મહિનાનું જીએસટી રિટર્ન ભરવામાં આવ્યું હોય. આ પછી બેન્ક તરફથી અન્ય કોઈ પૂરાવાની માગણી કરવામાં નહી આવે.
જીએસટી રિટર્ન તરીકે કોઈ પણ કારોબારીની નાણાકીય લેવડ-દેવડની કુંડળી સરકાર પાસે આવી જાય છે તેને જ આધાર માનીને બેન્ક કોઈ પણ જાતના વધારાના કાગળ વગર લોન આપી શકશે.

Related posts

છૂટાછેડા પૂર્વે બીજા લગ્ન માટે ઉતાવળી પત્ની ક્રૂર જ ગણાય : કોર્ટ

Charotar Sandesh

સાસરિયામાં પત્ની પર થતા અત્યાચાર માટે પતિ જ જવાબદાર : સુપ્રિમ કોર્ટ

Charotar Sandesh

વિંગ કમાન્ડર અભિનંદનનું રાજસ્થાનમાં પોસ્ટિંગ કરાયું

Charotar Sandesh