Charotar Sandesh
ઈન્ડિયા

નિર્ભયાના ચારેય દોષિતોને એક સાથે ફાંસી અપાશે : દિલ્હી હાઈકોર્ટ

અલગ-અલગ ફાંસી આપવાની અરજી હાઇકોર્ટે ફગાવી…

દિલ્હી હાઈકોર્ટે દોષિતોને તમામ કાયદાકીય વિકલ્પ અપનાવવા સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું…

ન્યુ દિલ્હી : નિર્ભયા કાંડના દોષિતોને વહેલી તકે ફાંસી પર લટાકાવવા માટેની કેન્દ્ર સરકારની અને દિલ્હી પોલીસની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે.

કોર્ટે કહ્યુ હતુ કે, તમામને એક સાથે ફાંસી થશે.તેની સાથે સાથે કોર્ટે તમામ આરોપીઓને તેમને મળતા કાનૂની વિકલ્પોનો ઉપયોગ એક સપ્તાહની અંદર કરી લેવાનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, નિર્ભયા કેસના દોષિતોનુ ડેથ વોરંટ બે વખત ટળી ચુક્યુ છે.કારણકે દોષિતોએ અલગ-અલગ સમયે કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કર્યો હતો.જોકે હવે તમામ દોષિતોને કોર્ટે આદેશ આપ્યો છે કે, તમારી પાસે જે પણ કાનૂની વિકલ્પ બાકી હોય તેનો ઉપયોગ એક સપ્તાહની અંદર જ કરી લેવાનો રહેશે.

કેન્દ્ર સરકારે એવી માગણી કરી હતી કે વહેલી તકે અપરાધીઓને ફાંસીએ લટકાવી દેવામાં આવે કેમ કે આ અપરાધીઓ દયા અરજી અને ક્યૂરેટિવ પિટિશનનો સહારો લઇને જાણી જોઇને ફાંસીમાં વિલંબ કરાવી રહ્યા છે સાથે જ દિલ્હી સરકાર પર પણ વિલંબ કરાવવાનો આરોપ લગાવ્યો હતો.

આ પહેલા મંગળવારે નિર્ભયાના માતા-પિતાએ દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રની અરજી પર ઝડપથી નિર્ણય આવે તે અંગે પિટીશન કરી હતી, જેથી દોષિતોને ફાંસી આપી શકાય. કોર્ટે આ મામલાની સુનાવણી કરતા નિર્ભયાના માતા-પિતાને એ આશ્વાસન આપ્યું કે ઝડપથી આ અંગે આદેશ આપવામાં આવશે.

Related posts

પ્રવાસી મજૂરોની ઘર વાપસી રાજ્યો માટે ખતરનાક સાબિત થઇ : કોરોનાના કેસ વધ્યા…

Charotar Sandesh

પેટ્રોલ બાદ ટામેટાનો ભાવ આસમાને : દિલ્હી સહિતના આ રાજ્યોમાં ૧૦૦ને પાર

Charotar Sandesh

તમિલનાડુ : પીએમ કિસાન યોજનામાં ૧૧૦ કરોડનું કૌભાંડઃ ૮૦ કર્મચારી સસ્પેન્ડ, ૩૪ અધિકારી બરતરફ…

Charotar Sandesh