– પ્રધાનમંત્રીએ પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો…
– જમ્મુ કશ્મીરમાંથી ભારત સરકારને કલમ ૩૭૦ રદ કરવામાં ૭૦ વર્ષ થયા. હું સમજી શકતો નથી કે હસવુ કે રડવુ…
– ફ્રાન્સ અને ભારતની દોસ્તી ખૂબ જૂની છે, જે લોકો પોતાનો સમય ઇન્દ્ર માટે નથી બદલતા તેમને આજે નરેન્દ્ર માટે બદલ્યો સમય…
– ભારતમાં ફ્રાન્સની ફૂટબોલ ટીમના ચાહકોની સંખ્યા ફ્રાન્સ કરતા વધારે છે, ગાંધી-બુદ્ધના દેશમાં હવે ‘ટેમ્પરરી’ માટે કોઈ સ્થાન જ નથી…
પેરિસ,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારનાં ફ્રાંસની રાજધાની પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો. પોતાના સંબોધનનાં અંતમાં પીએેમ મોદીએ જમ્મુ-કાશ્મીરથી ૩૭૦ હટાવવાનો પણ ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રીએ સીધી રીતે કંઇ ના કહીને ઇશારામાં પોતાની વાત જનતાને જણાવી. પીએમ મોદીએ કહ્યું કે હવે હિન્દુસ્તાનમાં ટેમ્પરરી (અસ્થાઈ) માટે વ્યવસ્થા નથી.
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, “હિન્દુસ્તાનમાં હવે ટેમ્પરરી માટે વ્યવસ્થા નથી. તમે જોયુ હશે કે ૧૨૫ કરોડ લોકોનો દેશ, ગાંધી અને બુદ્ધની ધરતી, રામ-કૃષ્ણની ભૂમિથી ટેમ્પરરીને નીકાળતા નીકાળતા ૭૦ વર્ષ જતા રહ્યા.
જમ્મુ કશ્મીરમાંથી ભારત સરકારને કલમ ૩૭૦ રદ કરવામાં ૭૦ વર્ષ થયા. હું સમજી શકતો નથી કે હસવુ કે રડવુ. પીએમ મોદીએ કહ્યું કે, “સાથીઓ રિફૉર્મ-ટ્રાન્સફૉર્મ અને પરમનેન્ટ વ્યવસ્થાઓની સાથે દેશ આગળ વધી રહ્યો છે. અત્યારે પેરિસ રામમાં રંગાઈ ગયું છે. મોરારી બાપૂનાં કારણે લોકો રામની ભક્તિમાં ડૂબ્યા છે. તેમણે પોતાના વ્યસ્ત કાર્યક્રમનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “આજે મારી પાસે જો સમય હોત, તો મોરારી બાપૂનાં કાર્યક્રમમાં જરૂર ગયો હોત. જે ઇન્દ્ર માટે સમય નથી બદલતા, તેમણે નરેન્દ્ર માટે સમય બદલ્યો છે. હું Infra નો અર્થ જાણુ છુ. IN એટલે ઈન્ડિયા અને FRA એટલે ફ્રાન્સ. IN+FRAનો અર્થ ભારત-ફ્રાન્સનું દરેક ક્ષેત્રમાં ગઠબંધન.
પીએમ મોદીએ કહ્યું હતું કે, આ જનાદેશ માત્ર સરકાર ચલાવવા માટે નથી, પણ નવા ભારતના નિર્માણ માટે છે. એક એવુ નવુ ભારત, જેની સમૃદ્ધ સભ્યતા અને સંસ્કૃતિ પર દુનિયા આખીને ગર્વ થાય. એક એવુ નવુ ભારત, જેનું ફોકસ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર પણ હોય અને ઈઝ ઓફ લિવિંગને સુનિશ્ચિત કરવા માટે પણ છે.
વડાપ્રધાને ફ્રાંસની ધરતી પરથી કહ્યું હતું કે, ભારતમાં છેલ્લા પાંચ વર્ષોમાં અનેક એવા સકારાત્મક પરિવર્તન આવ્યા છે. તેના કેન્દ્રમાં ભારતની યુવા શક્તિ, ગામ, ગરીબ, કિસાન, નારી શક્તિ કેન્દ્ર બિંદુમાં રહ્યાં છે. અમે દેશના ઘણા કુરિવાજોને રેડ કાર્ડ આપ્યુ છે, ભ્રષ્ટાચાર સામે પણ કાર્યવાહી થઇ રહી છે. અમે એ જ દિશામાં જઈએ છીએ, જે સાચી હોય છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ફ્રાન્સની દોસ્તી અતૂટ છે, એવા કોઇ નિર્ણય નથી જ્યાં બંને દેશોએ એકબીજાનું સમર્થન ના કર્યું હોય. સારી મિત્રતાનો મતલબ છે કે આ સુખદુખમાં એકબીજાનો સાથ આપે. ભારતમાં ફ્રાન્સની ફૂટબોલ ટીમને ઓળખનારાની સંખ્યા અહીંયા કરતાં તો વધુ ભારતમાં છે. ફ્રાન્સે જ્યારે ફૂટબોલનો વર્લ્ડકપ જીત્યો તો ભારતમાં પણ જશ્ન મનાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારે ટ્રિપલ તલાકને ખત્મ કરી, નવા ભારતમાં થોભવાનો સવાલ જ નથી. અમારી સરકારને હજુ ૭૫ દિવસ જ થયા છે, મુસ્લિમ બહેન-દીકરીઓની સાથે પહેલાં દેશમાં ટ્રિપલ તલાક જેવી કુપ્રથા થતી હતી. પરંતુ અમે આ કુપ્રથાને ખત્મ કરી દીધી અને મહિલાઓને સમાનતાનો હક આપ્યો.
વડાપ્રધાને કહ્યું કે નવી સરકાર બનતા જ જળ શક્તિ માટે એક નવું મંત્રાલય બનાવામાં આવ્યું, જે પાણીથી સંબંધિત તમામ વિષયોને હોલિસ્ટિકલી જોશે. ગરીબ ખેડૂતો અને વેપારીઓને પેન્શનની સુવિધા મળી તેનો પણ નિર્ણય લેવાયો. ટ્રિપલ તલાકની અમાનવયી કુરીતિને ખત્મ કરી દીધી છે. તેમણે કહ્યું કે આખી દુનિયામાં એક નક્કી સમયમાં સૌથી વધુ બેન્ક એકાઉન્ટ જો કોઇ દેશમાં ખૂલ્યા છે તો તે ભારત છે. આખી દુનિયાની જો આજે સૌથી મોટી હેલ્થ ઇન્શયોરન્સ સ્કીમ કોઇ દેશમાં ચાલી રહી છે તો તે ભારત છે.