Charotar Sandesh
ઈન્ડિયા

પરચુરણ કેસોના કારણે કોર્ટનો સમય વેડફાઈ રહ્યો છે : સુપ્રીમ કોર્ટ

ન્યુ દિલ્હી : સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમારી પાસે ફાલતુ કેસો આવવાનું પ્રમાણ વધી રહ્યું છે. જેને પગલે જે મહત્વપૂર્ણ કેસો છે તેની સુનાવણી રહી જાય છે. ગ્રાહક સુરક્ષા કેસની સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે આ નિવેદન આપ્યું હતું.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને એમ આર શાહની બેંચે કહ્યું હતું કે અમારી પાસે આજની સુનાવણી માટે જે પણ કેસોની યાદી છે તેમાં ૯૫ ટકા ફાલતુ કેસો છે. જ્યારે કાલે અમારે કોરોના મહામારી અંગે સુનાવણી કરવાની છે. પણ આ પ્રકારના ફાલતુ કેસો અમારો સમય બરબાદ કરી રહ્યા છે. આમ થવાથી ન્યાયપાલિકા નિષ્ક્રિય સિૃથતિમાં જતી રહે છે જે યોગ્ય નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે બિનજરૂરી કેસોને કારણે અમારો સમય વેડફાય છે અને ખરેખર જે રાષ્ટ્રીય હિતના કેસો છે તેની સુનાવણી માટે અમારી પાસે સમય નથી બચતો. માર્ચ મહિનામાં જ સુપ્રીમ કોર્ટે જે કેસનો નિકાલ કરી દીધો હતો તે જ કેસ ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચતા આ નિવેદન આપવામાં આવ્યું હતું.
ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડે કહ્યું કે મારે કોરોના મહામારી અંગેના કેસનો ચુકાદો આપવાનો હતો પણ આજે મે જે કેસો જોયા તેમાં મોટા ભાગના બિનજરૂરી છે. કોઇ પણ કેસના ચુકાદા પહેલા અમારે ઘણી ફાઇલો વાચવાની હોય છે. આમા અમારો સમય વેડફાય છે અને જરૂરી કેસોનું ભારણ વધતું જાય છે.

Related posts

અમિત શાહે વંદેભારત એક્સપ્રેસને દેખાડી લીલી ઝંડી, ૮ કલાકમાં દિલ્હીથી કટરા…

Charotar Sandesh

દિલ્હી બોર્ડર પર ખેડુતોએ વિજય ઉત્સવ મનાવ્યો : આંદોલનનું સમાપન કરી ઘર તરફ પ્રયાણ

Charotar Sandesh

ધુલિયામાં કરા સાથે કમોસમી વરસાદ : ૧નું મોત, આઠ ઘાયલ…

Charotar Sandesh