Charotar Sandesh
ગુજરાત

પરિણામના એક દિવસ પહેલાં ભાજપે જિલ્લા પ્રમુખો-શહેર પ્રમુખોની જાહેરાત કરી…

અમદાવાદ જિલ્લા પ્રમુખ તરીકે હર્ષદગિરિ ગોસાઇની વરણી…

ગાંધીનગર શહેર જિલ્લા પ્રમુખ તરીકે રુચિરભાઇ ભટ્ટની વરણી, ૩૩ જિલ્લા અને ૬ શહેર પ્રમુખોની યાદી જાહેર કરાઇ…

ગાંધીનગર : પેટાચૂંટણીના પરિણામની પૂર્વસંધ્યાએ લાંબા સમયથી અટકેલા ભાજપ સંગઠનમાં નિમણૂક આજે શરૂ થઈ ગઈ છે. જેમાં રાજ્યના તમામ જિલ્લા અને મોટા શહેરોના શહેર પ્રમુખોની જાહેરાત કરી દેવાઈ છે. ભાજપ દ્વારા ૩૯ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજકોટમાં કમલેશ મીરાણી,ગાંધીનગર શહેરમાં રૂચિર ભટ્ટ, જામનગર શહેરમાં વિમલ કગથરા, ભાવનગરમાં રાજીવ પંડ્યાની નિમણૂક કરાઈ છે. આ સિવાય વિવિધ જિલ્લામાં પ્રમુખો નિમાયા છે. નો રિપીટ થીયરી અંતર્ગત પાટીલ દ્વારા ટીમ જાહેર કરાઈ છે. સી આર પાટીલ હાલ દિલ્હીમાં છે. સંભવતઃ પ્રદેશ સંગઠનની આવતીકાલે જાહેરાત થઈ શકે છે.
કમલેશ મીરાણી યુવા ભાજપ પ્રમુખથી લઈને અન્ય હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. તેઓ રાજકોટ મહાનગર પાલિકામાં અનેક હોદ્દાઓ પર જવાબદારી નિભાવી છે. જ્યારે રાજકોટ જિલ્લામાં ડી કે સખીયા નો રિપીટ થીયરીને પગલે ફરી જિલ્લા પ્રમુખ બની શક્યા નથી તેમની જગ્યાએ પોરબંદરની ૨૦૦૯ની લોકસભા ચૂંટણી લડેલા મનસુખ ખાચરીયાને જિલ્લા ભાજપ પ્રમુખ પદની જવાબદારી સોંપાઈ છે. તેઓ જેતપુરના અગ્રણી ઉદ્યોગપતિમાં સામેલ છે.

ભાજપ જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત
ક્રમ જીલ્લો/મહાનગર પ્રમુખનું નામ
૧ ડાંગ દશરથભાઇ પવાર
૨ વલસાડ હેમંતભાઇ કંસારા
૩ નવસારી ભુરાભાઇ શાહ
૪ સુરત શહેર નિરંજનભાઇ ઝાંઝમેરા
૫ સુુરત જિલ્લો સંદિપભાઇ દેસાઇ
૬ તાપી જયરાજભાઇ ગામીત
૭ ભરૂચ મારૂતિસિંહ અટોદરીયા
૮ નર્મદા ઘનશ્યામભાઇ પટેલ
૯ વડોદરા શહેર વિજયભાઇ શાહ
૧૦ વડોદરા જિલ્લો અશ્વિનભાઇ પટેલ (કોયલી)
૧૧ છોટા ઉદેપુર રશ્મીકાંતભાઇ વસાવા
૧૨ પંચમહાલ અશ્વિનભાઇ પટેલ
૧૩ મહીસાગર દશરથભાઇ બારીયા
૧૪ દાહોદ શંકરભાઇ અમલીયાર
૧૫ આણંદ વિપુલભાઇ સોજીત્રા (પટેલ)
૧૬ ખેડા અર્જુનસિંહ ચૌહાણ
૧૭ અમદાવાદ જિલ્લો હર્ષદગીરી ગોસાઇ
૧૮ ગાંધીનગર શહેર રૂચિરભાઇ ભટ્ટ
૧૯ સાબરકાંઠા જે.ડી પટેલ
૨૦ અરવલ્લી રાજેન્દ્ર પટેલ (ચૌધરી)
૨૧ મહેસાણા જશુભાઇ પટેલ (ઉમતાવાળા)
૨૨ પાટણ દશરથજી ઠાકોર
૨૩ બનાસકાંઠા ગુમાનસિંહ ચૌહાણ
૨૪ કચ્છ કેશુભાઇ પટેલ
૨૫ જામનગર શહેર વિમલભાઇ કગથરા
૨૬ જામનગર જિલ્લો રમેશભાઇ મુંગરા
૨૭ દેવભૂમિ દ્વારકા ખીમભાઇ જોગલ (આહીર)
૨૮ રાજકોટ શહેર કેમલેશભાઇ મીરાણી
૨૯ રાજકોટ જિલ્લો મનસુખભાઇ ખાચરીયા
૩૦ મોરબી દુર્લભભાઇ દેથરીયા
૩૧ જૂનાગઢ શહેર પુનિતભાઇ શર્મા
૩૨ જૂનાગઢ જિલ્લો કિરીટભાઇ પટેલ
૩૩ ગીર સોમનાથ માનસિંહ પરમાર
૩૪ પોરબંદર કિરીટભાઇ મોઢવાડીયા
૩૫ અમરેલી કૌશિકભાઇ વેકરિયા
૩૬ ભાવનગર શહેર રાજીવભાઇ પંડ્યા
૩૭ ભાવનગર જિલ્લો મુકેશભાઇ લાંગળીયા
૩૮ બોટાદ ભુીખુભાઇ વાઘેલા
૩૯ સુરેન્દ્રનગર જગદીશભાઇ દલવાડી

Related posts

બ્રેકિંગ : વિધાનસભાની ચુંટણીઓ પહેલા ૨૩ આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ, જુઓ વિગત

Charotar Sandesh

કોરોના વોરિયર્સ યાદીમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની બાદબાકી કરતાં રોષ…

Charotar Sandesh

આનંદો : હવે ઘરે બેઠા રીન્યુ કરી શકાશે કાચુ ડ્રાઈવિંગ લાઈસન્સ…

Charotar Sandesh