મુંબઇ : ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ જણાવ્યું હતું કે તેની બાયોપિકના રાઇટ્સ પ્રોડ્યુસર રોની સ્ક્રુવાલાને વેચવામાં આવ્યા છે. સાથે જ તે આ ફિલ્મમાં કોને પોતાના રોલમાં જોવા ઇચ્છે છે એવા એક્ટર્સ વિશે પણ તેણે જણાવ્યું હતું. આ પહેલાં સાનિયાએ જણાવ્યું હતું કે, તેની ફ્રેન્ડ પરિણીતી ચોપરાએ આ બાયોપિકમાં તેનો રોલ પ્લે કરવો જોઈએ.
જોકે હવે સાનિયાએ કહ્યું હતું કે પરી સાઇના નહેવાલની બાયોપિક કરી રહી હોવાથી તે મારી બાયોપિક ન કરી શકે. એટલે મારા ખ્યાલ મુજબ તે હવે આઉટ ઓફ પિક્ચર છે. અનેક અમેઝિંગ એક્ટર્સ છે અને મને ખાતરી છે કે તેઓ મારા રોલને ન્યાય આપી શકે.
એના વિશે વધારે પૂછવામાં આવતા તેણે કહ્યું હતું કે, આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા, દીપિકા પાદુકોણ, સારા અલી ખાન. ઘણો બધો આધાર સ્ક્રિપ્ટ પર રહેલો છે. ઘણી બધી બાબતો સંકળાયેલી હોય છે. અત્યારે તો અમે ડિરેક્ટરની શોધ કરી રહ્યા છે.