Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

પાંચ ઘરફોડ ચોરીના ગુનાઓમાં વોન્ટેડ આરોપીને પકડી પાડતી આણંદ પેરોલ ફર્લો સ્કવોર્ડ…

આણંદ : આણંદ પોલીસ આધિક્ષકએ નાસતા ફરતા આરોપીને પકડવા સુચના કરેલ હોઇ જે અનુસંધાને પોલીસ સબ, ઇન્સ્પેક્ટર એમ.જે. બારોટ તથા પેરોલ ફર્લો ટીમ આણંદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.

દરમ્યાન પો.કો. કૃણાભાઇને અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે આણંદ જીલ્લાના જુદા જુદા પો.સ્ટે.માં ઘરફોડ ચોરીઓમાં સંડોવાયેલ અને નાસતા ફરતો આરોપી નામે વૈતાલભાઇ પુંજાભાઇ જેણાભાઇ યુ. વાધરી રહે.નાપાવાંટા એકતાનગરનો તેના રે આવેલ હોઇ જેથી અમો પોલીસ સ્ટાફ તથા બે પંચોના માણસો સાથે નાપાવાંટા ગામે એકતા નગરમાં તપાસ કરતા તેના ઘર આગળથી સદર ઇસમને પકડી લીધેલ તેને પુછતા વાસદ પો.સ્ટે. તથા ખંભોળજ પો.સ્ટે. તથા ભાલેજ પો.સ્ટે. ઘરફોડ ચોરીના ગુનામાં પોતાનું નામ ખુલેલ હોઇ જેથી નાસતા ફરતા હોઇ તેવી હકીકત જણાવેલ હોઇ જેથી સદર બાબતે ખાતરી અને તપાસ કરતા તમામ વિગતો સાંચી હોય જેથી સદર ગુનાઓમાં નાસતો ફરતો હોય જેથી તેને વાસદ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામા ઇપીકો કલમ ૪૫૭, ૪૫૪, ૩૮૦, ૧૧૪ મુજબના ગુનાઓના આરોપીને ગુનાના કામે સીઆરપીસી ૪૧(૧) આઇ મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરી બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે.

Related posts

કોંગી કાઉન્સીલર સહિત ૬ શખ્સો નાપાડમાંથી જુગાર રમતાં ઝડપાયા

Charotar Sandesh

આણંદમાં ૧૭મી રથયાત્રાના રૂટ સમયમાં ફેરફાર કરાયો : તૈયારીઓ પૂર્ણ

Charotar Sandesh

ઉમરેઠ સંતરામ મંદિરના 160મોં વાર્ષિકોત્સવ નિમિત્તે પ.પૂ.કનકેશ્વરી માં ના મુખે શ્રીમદ ભાગવત સપ્તાહ…

Charotar Sandesh