પાકિસ્તાન ભારત વિરુદ્ધ નવું ષડ્યંત્રણ રચી રહ્યું છે, ભારતીય સેના એલર્ટ…
ઇસ્લામાબાદ : કાશ્મીર મુદ્દે ગિન્નાયેલ નવી-નવી હરકતો કરવામાંથી બાજ આવી રહ્યું નથી. દરરોજ નવા-નવા ભડકાઉ ભાષણ તો કરી જ રહ્યું છે. ગઇકાલે જ પાકિસ્તાનના રેલવે મંત્રીએ પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી. તો તેની વચ્ચે આજે માહિતી મળી રહી છે કે સરહદ પર કંઇક નવા જૂની કરવાની વેતરણમાં પાડોશી દેશ પાકિસ્તાન લાગી ગયો છે.
કાશ્મીર મુદ્દાને લઇ ચાલી રહેલ તણાવની વચ્ચે પાકિસ્તાને ર્ન્ઝ્રની તરફ આગેકૂચ કરી દીધી છે. મીડિયાને મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાને ર્ન્ઝ્રની તરફ ટેન્ક મોકલી રહ્યુ છે. સાથો સાથ પોતાની સ્પેશ્યલ ફોર્સના ૧૦૦ કમાન્ડોને તૈનાત કરી દીધા છે. ત્યારબાદ આશંકા વ્યકત કરાઇ રહી છે કે પાકિસ્તાન ભારતની વિરૂદ્ધ કોઇ નવું મોટું ષડયંત્ર કરી રહ્યું છે. તો સૂત્રોનું કહેવું છે કે ભારતીય સેના પાકિસ્તાનની તરફથી કોઇપણ હિમાકતનો જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે.
વાત એમ છે કે જમ્મુ-કાશ્મીરથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ પાકિસ્તાનની તરફથી ઘૂસણખોરી અને ગોળીબારની ઘટનાઓ વધી છે. હજુ થોડાક દિવસ પહેલાં જ પાકિસ્તાનને સૈનિકોએ કાશઅમીરના તંગધાર અને કેરન સેકટરમાં ગોળીબાર કર્યો હતો. ભારતીય સૈનિકોએ આ ગોળીબારના જવાબમાં પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર એટલે કે પીઓકેમાં મિલિટ્રી ઓપરેશનને અંજામ આપ્યો.
આ દરમ્યાન ભારતીય જવાનોએ પીઓકેમાં ચાલી રહેલા આતંકી કેમ્પોને નષ્ટ કરી દીધા. કહેવાય છે કે આ ઓપરેશનમાં પાકિસ્તાનના ૧૦ સૈનિક પણ ઠાર થયા. જો કે કેટલાંક આતંકી ઠાર થયા છે તેની કોઇ માહિતી આપી નથી.