સરહદે પાક.ના સતત ગોળીબાર વચ્ચે…
ભારત લાલઘૂમઃ હાઇ કમિશનના બંને અધિકારીઓના મોબાઇલ પણ બંધ, અનેક તર્કવિતર્ક,આ અગાઉ ભારતે જાસૂસી બદલ બે પાક.અધિકારીઓને પકડીને દેશ નિકાલ કર્યા હતા,ઇસ્લામાબાદમાં ઘરેથી ઓફિસ જવા નિકળ્યા બાદ બંન્ને ઓફિસર લાપતા, ગુમ અધિકારીઓ મામલે બંન્ને દેશો વચ્ચે મંત્રણાઓ શરૂ…
ન્યુ દિલ્હી/ઇસ્લામાબાદ : ભારતને વારંવાર હેરાન-પરેશાન કરનાર પડોશી દેશ પાકિસ્તાનમાં ભારતીય હાઇકમિશનના બે મહત્વના અધિકારીઓ આજે સવારથી ગુમ થતાં ભારત સરકારમાં ભારે હલચલ મચી ગઇ હતી. અને નવી દિલ્હી ખાતે પાકિસ્તાન એલચી કચેરીના સત્તાવાળાઓનું તરત જ ધ્યાન દોરીને તેમને શોધી કાઢવા ભાર મૂક્યો હતો. નોંધનીય છે કે ભારત સરકારે નવી દિલ્હીમાં પાકિસ્તાનના હાઇ કમીશનમાં ફરજ બજાવતા બે કર્મચારીઓને જાસુસી કરવાના આરોપસર પરત પાક. મોકલી આપ્યાના કદાજ કથિત સામસામે કાર્યવાહીના બદલારૂપે આ બે ઉચ્ચાધિકારીઓનો બનાવ બન્યો હોવાનું મનાઇ રહ્યું છે, આ અંગેની વિગતમાં, પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદમાં બે ભારતીય અધિકારીઓ ગુમ થયા હોવાના એહવાલ પ્રાપ્ત થયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાનમાં ભારતીય હાઈકમિશનના બે અધિકારી છેલ્લા બે કલાકથી ગુમ છે. તેમની શોધખોળ ચાલી રહી છે. આ સાથે જ આ મામલાને પાકિસ્તાનના જવાબદાર અધિકારીઓની સામે રજૂ કરવામાં આવ્યો છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, હાઈકમિશનના કામ કરી રહેલા બંને અધિકારી ઓફિસ જવા માટે નિકળ્યા હતા પરંતુ તેઓ ઓફિસ પહોંચ્યા નહતા. પાકિસ્તાન સરકારને આ અંગે જાણ કરવામાં આવી છે. અગાઉ પણ ઈસ્લામાબાદમાં ભારતના રાજદૂત ગૌરવ અહલૂવાલિયાને ડરાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. કેટલાક આઈએસઆઈ એજન્ટ તેમને ડરાવવા માટે તેમનો પીછો કરી રહ્યા હતા.
પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદમાં આવેલી ભારતીય એમ્બેસીના બે ઓફિસર્સ ગુમ થયાની. આ માહિતી વિદેશ મંત્રાલયના સૂત્રો દ્વારા આપવામાં આવી હતી. જેમાં . જણાવવામાં આવ્યું છે કે, આ બંને ઓફિસર્સ સવારે ૮.૩૦ વાગ્યાથી ગુમ છે. આ વિશે વધારે માહિતી આપવામાં આવી નથી. છેલ્લા કેટલાક કલાકોથી બે ભારતીય હાઈ કમિશન સ્ટાફ પાકિસ્તાનમાં ગુમ થયા તેમાં પ્રકાશમાં આવ્યું છે કે બંને હાઈ કમિશન સ્ટાફ સીઆઈએસએફના કર્મચારી હતા.
ઈસ્લામાબાદના ભારતીય હાઈકમિશનના પ્રવક્તાએ કહ્યું કે, “ભારતીય ઉચ્ચ કમિશનના બે અધિકારીઓ સવારથી જ સત્તાવાર કામ પર ગુમ થયા છે. આ મામલો પાકિસ્તાની અધિકારીઓ સમક્ષ લેવામાં આવ્યો છે.”
બંને ભારતીય હાઈ કમિશન સ્ટાફ સીઆઈએસએફ ડ્રાઇવર હતા અને ઇસ્લામાબાદમાં ફરજ પર હતા. જો કે, તેઓ તેમના લક્ષ્યસ્થાન પર પહોંચ્યા ન હતા. મિશન અધિકારીઓએ સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો પણ બંને પહોંચી શક્યા ન હતા. અહેવાલમાં ટિપ્પણી કરતાં પૂર્વ ભારતીય રાજદ્વારી શરત સાબરવાલે આચારસંહિતાનું પાલન ન કરવા બદલ પાકિસ્તાનને ટીકા કરી હતી.
સંરક્ષણ નિષ્ણાત એ.કે. સિંહે પણ આ અંગે પાકિસ્તાનની ટીકા કરી હતી અને કહ્યું હતું કે આ પહેલીવાર નથી જ્યારે આવી કોઈ ઘટના બની હોય. તેમણે કહ્યું કે પાકિસ્તાન એક ’ઠગ રાજ્ય’ છે.
મીડિયા રિપોટ્ર્સમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય એમ્બેસી અને વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને આ બે ઓફિસર્સ વિશે તુરંત તપાસ કરવા કહ્યું છે. નવી દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનના બે પાકિસ્તાની અધિકારીઓ પર જાસૂસીનો આરોપ મૂકવા અને દેશનિકાલ કર્યાના કેટલાક દિવસો બાદ આ ઘટના બની છે . સત્તાવાર સૂત્રોએ નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, બે અધિકારીઓ, આબીદ હુસેન અને મુહમ્મદ તાહિરને દિલ્હી પોલીસે પકડ્યો હતો, જ્યારે તેઓ પૈસાના બદલામાં ભારતીય નાગરિક પાસેથી ભારતની સુરક્ષા સ્થાપના સંબંધિત સંવેદનશીલ દસ્તાવેજો મેળવતા હતા.
દિલ્હી પોલીસે ૧ જૂને પાકિસ્તાની એમ્બેસીના બે ઓફિસર્સની જાસુસી કરતી વખતે જ ધરપકડ કરી હતી. આ લોકો એક વ્યક્તિને પૈસાની લાલચ આપીને સુરક્ષા સાથે જોડાયેલા દસ્તાવેજો માંગી રહ્યા હતા. બંને જાસુસ એમ્બેસીમાં વિઝા આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા. પકડાયા ત્યારે તેમણે પોતાને ભારતીય નાગરિક સાબીત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમની પાસે નકલી આધાર કાર્ડ, ભારતીય કરન્સી અને આઈફોન મળ્યા હતા. ભારતે આ બંને ઓફિસર્સને ૨૪ કલાકની અંદર જ દેશ છોડવા કહ્યું હતું. તેમણે તે દરમિયાન ભારત છોડી દીધું હતું.