Charotar Sandesh
વર્લ્ડ

પાકિસ્તાન દુનિયાનો સૌથી ખતરનાક દેશ : અમેરિકાના પૂર્વ સંરક્ષણ મંત્રી

પાકિસ્તાનની રગેરગમાં કટ્ટરવાદ છે અને તેની પાસે પરમાણુ હથિયારો પણ છે…

વૉશિંગ્ટન,
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં સંરક્ષણ મંત્રી રહી ચુકેલા જેમ્સ મેટિસે પાકિસ્તાનને દુનિયાનો સૌથી ખતરનાક દેશ ગણાવ્યો છે. જેમ્સ મેટિસ અમેરિકન સેનામાં પણ રહી ચુક્યા છે અને બાદમાં ટ્રમ્પ કેબિનેટનો પણ હિસ્સો હતા.તાજેતરમાં તેમણે સંરક્ષણ મંત્રી તરીકે રાજીનામુ આપ્યુ હતુ.
મેટિસનુ કહેવુ છે કે, પાકિસ્તાનની રાજનીતિ માત્ર ભારત સાથની દુશ્મની પર આધારીત છે. પાકિસ્તાનની અફઘાનિસ્તાન પોલીસી પણ તેનો જ ભાગ છે.પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં એવી સરકાર ઈચ્છે છે. જે ભારત સાથે સારા સબંધઓ ના રાખે. જેથી ભારતનો અફઘાનિસ્તાનમાં પ્રભાવ રોકી શકાય.
મેટિસનુ નિવેદન એટલા માટે પણ મહત્વનુ છે કે, તેઓ અમેરિકાની સેનાની મરીના પાંખના કમાન્ડર તેમજ યુએસ સેન્ટ્રલ કમાન્ડના પ્રમુખ પણ રહી ચુક્યા છે.તેમની પાસે પાકિસ્તાન સાથે કામ કરવાનો બહોળો અનુભવ છે.
મેટિસે પોતાની ઓટોબાયોગ્રાફીમાં લખ્યુ છે કે, જે દેશો સાથે મેં કામ કર્યુ છે તેમાં પાકિસ્તાન સૌથી ખતરનાક કન્ટ્રી છે. કારણકે પાકિસ્તાનની રગેરગમાં કટ્ટરવાદ છે અને તેની પાસે પરમાણુ હથિયારો પણ છે. જે આતંકવાદીઓના હાથમાં જઈ શકે છે.તેનુ પરિણામ બહુ જ ભયાનક હશે.
તેમણે પાકિસ્તાનનુ નામ લીધા વગર લખ્યુ છે કે, તેમની પાસે એવા નેતા નથી જે પોતાના ભવિષ્યની ચિંતા કરી શકે.અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે અવિશ્વાસની ખાઈ બહુ પહોળી થઈ ચુકી છે. કદાચ એટલા માટે જ પૂર્વ પ્રમુખ ઓબામાએ બીન લાદેનને પકડવાના ઓપરેશન પહેલા પાકિસ્તાનને વિશ્વાસમાં લીધુ નહોતુ.

  • Naren Patel

Related posts

અમેરિકી ચૂંટણી : ૧૬૭ અબજોપતિઓની સંપત્તિમાં ૫૭.૪ અબજ ડોલરનો વધારો…

Charotar Sandesh

અમેરિકાના સાઉથ ટેક્સાસમાં ફાયરિંગમાં ૨ પોલીસ અધિકારીઓના મોત…

Charotar Sandesh

ટેસ્લાના માલિક એલન મસ્ક ફરી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા…

Charotar Sandesh