Charotar Sandesh
બોલિવૂડ

પીએમના ફંડમાં ન્યૂયોર્કથી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે કર્યું દાન…

મુંબઈ : બોલિવૂડથી હોલિવૂડમાં જઇ ચૂકેલી અને હાલ ગ્લોબલ આઇકોન બની ચૂકેલી પ્રિયંકા ચોપરા વિદેશમાં બેસીને પણ ભારતીયો માટે એક સરાહનીય કામ કર્યું છે. ન્યૂયોર્કમાં રહી રહેલી પ્રિયંકા ચોપરાનું હદળ હંમેશા હિંદુસ્તાન માટે ધબકતું રહે છે. આ જ કારણે પ્રિયંકા ચોપરાએ કોરોના વાયરસના આ કપરા સમયમાં ઁસ્ ઝ્રટ્ઠિીજ ફંડમાં દાન કરી મદદ માટે હાથ લંબાવ્યો છે. સાથે જ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ઁસ્ ઝ્રટ્ઠિીજ ફંડમાં અન્ય લોકોને પણ દાન કરવાની અપીલ કરી છે.

પ્રિયંકાએ થોડા સમય પહેલા જ એક પોસ્ટ કરીને આ ડોનેશન અંગે જાણકારી આપી છે. પ્રિયંકા વધુમાં લખ્યું છે કે “દુનિયામાં અનેક લકોને આજે અમારા સહારાની જરૂરિયાત છે. આ મારા અને નિક માટે પણ જરૂરી હતું કે અમે તેવી સંસ્થાઓને ડોનેટ કરીએ જે ગરીબ, બેધર અને ડોક્ટરની મદદમાં આવે. સાથે અમે મ્યૂઝિક અને મનોરંજન ઇન્ડસ્ટ્રીના અમારા સહકર્મીઓની પણ મદદ કરીશું. સાથે જ અમે તમને પણ નાણાં દાનમાં આપવાની અપીલ કરીએ છીએ. કોઇ પણ રકમ નાની નથી હોતી ભલે તે એક ડોલર જ કેમ ના હોય. આપણે સાથે મળીને આ બદલાવ લાવી શકીએ છીએ.

Related posts

બચ્ચન પરિવાર કોરોનાના ભરડામાં, પિતા-પુત્ર બાદ ઐશ્વર્યા બચ્ચન અને આરાધ્યાનો રિપોર્ટ પોઝિટિવ

Charotar Sandesh

અક્ષય કુમારના ડેબ્યુ મ્યુઝિક વીડિયો ‘ફિલહાલ’નું ટીઝર રિલીઝ…

Charotar Sandesh

અજય દેવગણ અને સોનાક્ષી સિન્હા બન્યા કચ્છનાં મહેમાન, શૂટીંગ કર્યું શરુ…

Charotar Sandesh