ન્યુ દિલ્હી : દેશમાં પ્લાસ્ટિકના રમકડાં અથવા બાળકોના રમકડાંના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ય કેબિનેટ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં પીએમ મોદીએ તમામ મંત્રાલયને એ પ્રકારની નીતિ અને વાતાવરણ બનાવવાનો આદેશ આપ્યો જેથી રાજ્યોમાં પ્લાસ્ટિકના રમકડાં બનાવવા માટે ક્લસ્ટરો બનાવવામાં આવી શકે. આ વિશેષ ક્લસ્ટરો દેશના બાળકો માટે માત્ર રમકડા જ બનાવશે નહીં પરંતુ દેશમાં બનાવેલા રમકડા પણ વિદેશમાં નિકાસ કરી શકાય.
પીએમ મોદીએ પ્લાસ્ટિક ટોય ઉત્પાદનને પ્રોત્સાહન આપીને વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત મિશનને સફળ બનાવવા પર ભાર મૂક્યો. હકીકતમાં દેશમાં ચીનથી આયાત કરવામાં આવતા પ્લાસ્ટિકના રમકડાંથી સરકાર ખૂબ જ ચિંતિત છે. સ્થિતિ એ છે કે દેશના બજારોમાં વેચાતા બાળકોના પ્લાસ્ટિકના રમકડાઓમાં ચીનનો જબરદસ્ત દબદબો છે. સ્થિતિ એ છે કે ૭૦% પ્લાસ્ટિકના રમકડાં આયાત કરવામાં આવે છે જ્યારે દેશમાં ફક્ત ૩૦-૩૫% રમકડાં બનાવવામાં આવે છે. આ બગડતા ગણિતમાં સુધારો લાવવાના દ્રષ્ટિકોણથી સરકાર પ્લાસ્ટિકના રમકડાંની આયાત પર પ્રતિબંધ મુકવા માંગે છે
અને દેશમાં પ્લાસ્ટિક રમકડાંના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માંગે છે. પીએમ મોદીએ બેઠકમાં યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે રસ્તો બનાવવાનું કહ્યું. વડાપ્રધાને પ્લાસ્ટિકના રમકડાંમાં વધુને વધુ ટેકનોલોજી અપનાવવાનું અને ઇનોવેશન પર પણ પીએમ મોદીએ ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ બાળકોના રમકડાંના વિષય પર હેક્થોન આયોજન કરવાની પણ સલાહ આપી છે, જેમાં યુવાનોની ભાગીદારીથી નવા વિચારો જ નહીં, પણ પ્લાસ્ટિકના રમકડાંના ઉત્પાદનમાં નવી તકનીક અને નવી ડિઝાઈન પણ દેશને મળી શકશે.