-
સરહદ વિવાદ વચ્ચે રાજ્યસભામાં રાજનાથ સિંહે કરી જાહેરાત
-
એલએસી પર જવાનો અડગ, ચીને ભારતની ધરતી પર કબજો કર્યો છે, અમે અમારી જમીનનો એક ઇંચ ટુકડો પણ નહિ છોડીયેઃ રક્ષામંત્રી
-
એક વર્ષથી અનેક રાઉન્ડની મંત્રણા બાદ ભારત-ચીન વચ્ચે સરહદ અંગે થયું સમાધાન
-
સરહદ પર ચીનની હરકતોથી સંબંધો પર અસર પડી, ચીનનો ભારતની ૪૩ હજાર ચો. કિમી જમીન પર કબજો છે
ન્યુ દિલ્હી : રક્ષામંત્રી રાજનાથ સિંહ રાજ્યસભામાં ‘પૂર્વ લદ્દાખમાં વર્તમાન સ્થિતિ’ પર રાજ્યસભામાં નિવેદન આપ્યું. તેમણે માહિતી આપી કે ભારત અને ચીનની વચ્ચે ડિસએન્ગેજમેન્ટ પર સહમતિ બની ગઇ છે. પેંગોંગ લેકના ઉત્તર અને દક્ષિણ તટ પર બંને સર્વિસીસ ફોરવર્ડ સૈનિકોને પાછળ કરશે. ચીન જ્યાં ઉત્તરી તટ પર ફિંગર ૮ના પૂર્વમાં જશે ત્યાં ભારતીય ફિંગર ૩ની પાસે સ્થિત મેજર ધાન સિંહ થાપા પોસ્ટ (પરમેનન્ટ બેઝ) પર રહેશે. સિંહે કહ્યું કે પેંગોંગ ઝીલમાં ડિસએન્ગેજમેન્ટ પૂરું થયા બાદ બંને સેનાઓની વચ્ચે ફરીથી વાત થશે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે સંસદમાં એલાન કર્યું કે ભારત-ચીને બંને એ નક્કી કર્યું છે કે એપ્રિલ ૨૦૨૦થી પહેલાંની જ સ્થિતિને લાગૂ કરાશે. જે બાંધકામ અત્યાર સુધી કરાયું તેને હટાવી દેવાશે. જે જવાનો શહીદ થયા તેમને દેશ હંમેશા સલામ કરશે. આ ગૃહ દેશની સંપ્રભુતાના મુદ્દા પર એક સાથે ઉભું છે.
રાજ્યસભામાં રાજનાથે માહિતી આપી કે પેંગોંગ ઝીલના ઉત્તર અને દક્ષિણ તટ પર ડિસએન્ગેજમેન્ટની સમજૂતી થઇ ગઇ છે. ચીન એ વાત પર પણ સહમત થયું છે કે પૂર્ણ ડિસએન્ગેજમેન્ટના ૪૮ કલાકની અંદર સિનિયર કમાન્ડર લેવલની વાતચીત થાય અને આગળની કાર્યવાહી પર ચર્ચા થાય. સિંહે કહ્યું કે પેંગોંગ ઝીલને લઇ થયેલ સમજૂતી પ્રમાણે ચીન પોતાની સેનાને ફિંગર ૮થી પૂર્વની તરફ રાખશે. આ જ રીતે ભારત પણ પોતાની સેનાની ટુકડીઓને ફિંગર૩ની પાસે પોતાના પરમેનન્ટ બેઝ પર રાખશે.
રાજનાથ સિંહે કહ્યું કે આપણું સૈન્ય ત્યાં હાજર છે, જેમાં વ્યૂહાત્મક મહત્વના ઘણા ક્ષેત્રોને ચિહ્નિત કર્યા છે.” સિંહે કહ્યું કે પૂર્વી લદ્દાખમાં ચીન ઉપર ભારતની એક ‘ધાર’ છે. રક્ષામંત્રીએ કહ્યું કે મિલિટ્રી અને ડિપ્લોમેટિક લેવલ પર અમારી વાતચીત થઇ છે. અમે ત્રણ સિદ્ધાંતો પર જોર આપ્યું છે.
રક્ષા મંત્રીએ કહ્યું કે અમારું લક્ષ્ય છે કે ન્છઝ્ર પર ડિસએન્ગેજમેન્ટ અને યથાસ્થિતિ બની જાય. રાજનાથસિંહે કહ્યું કે ચીનના ૩૮૦૦૦ ભારતીય ભૂભાગ પર અનધિકૃત કબજો છે. તેમણે કહ્યું કે ભારતે ચીનને હંમેશા કહ્યું છે કે દ્વિપક્ષીય સંબંધ બંને તરફથી કોશિષ કરવા પર જ વિકસિત થઇ શકે છે, સાથો સાથ સરહદ વિવાદ પણ આવી જ રીતે ઉકેલી શકાય છે. સિંહે કહ્યું કે સરહદ પર ચીને જે પગલુંભર્યું છે તેનાથી ભારત-ચીનના સંબંધો પર પણ અસર પડી છે.
રક્ષામંત્રીએ વધુમાં કહ્યું, ચીને ૧૯૬૨માં લદાખની અંદર ૩૮ હજાર ચો. કિમી વિસ્તાર પર અનધિકૃત રીતે કબજો કરી રાખ્યો છે. આ સિવાય પાકિસ્તાને ર્ઁદ્ભમાં ૫,૧૮૦ ચો. કિમી જમીન ગેરકાયદે રીતે ચીનને આપી દીધી. આ રીતે ચીનનો ભારતની લગભગ ૪૩ હજાર ચો. કિમી જમીન પર કબજો છે. તો આ તરફ ચીન અરુણાચલ પ્રદેશની પણ ૯ હજાર ચો. કિમી જમીન પોતાનો ગણાવે છે. ભારતે આ ખોટા દાવાઓને સ્વીકાર કર્યા નથી.
રક્ષામંત્રીના રાજ્યસભામાં નિવેદન આપ્યાના એક દિવસ પહેલાં એટલે કે બુધવારે ચીની સરકારે દાવો કર્યો કે લદાખમાં ન્છઝ્ર પર ભારત સાથે નવ મહિનાથી ચાલી રહેલી અથડામણ સમાપ્ત થઈ ગઈ છે. ચીનના જણાવ્યા પ્રમાણે, બુધવારે બન્ને તરફથી ફ્રન્ટલાઈન પર તહેનાત સૈનિકોની એકસાથે વાપસી શરૂ થઈ. આ પહેલાં ચીની મીડિયાએ પણ દાવો ક્યો હતો કે પેંગોંગ લેકના દક્ષિણ અને ઉત્તર વિસ્તારથી ભારત-ચીનની સેનાએ ડિસએન્ગેનમેન્ટની પ્રોસેસ શરૂ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદાખ વિસ્તારમાં માર્ચ-એપ્રિલ ૨૦૨૦માં વિવાદ શરૂ થયો હતો. પૂર્વ લદાખ વિસ્તારમાં ચીની સેનાએ ઘૂસણખોરી કરી હતી અને નક્કી ન્છઝ્રને પાર કરી હતી. જે બાદ ચીન તરફથી પાછળ ખસવા માટે ઇનકાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ બન્ને સેના વચ્ચે વિવાદ વધી ગયો. જૂન ૨૦૨૦માં ભારત-ચીન વચ્ચે ઘર્ષણ થયું હતું અને ભારતના ૨૦ જવાન શહીદ થઇ ગયા હતા. ત્યારથી લઇને અત્યાર સુધી મોટી સંખ્યામાં બન્ને દેશોએ બોર્ડર પર જવાનોને તૈનાત કર્યા હતા. જો કે, હવે સરકારે સમજૂતીની જાહેરાત કરી છે.