Charotar Sandesh
ઈન્ડિયા

પેટ્રોલ-ડિઝલે તોડ્યા તમામ રેકોર્ડ : મુંબઇમાં ૯૪ રૂૃપિયાને પાર…

દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૮.૧૪ની રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યો…

ન્યુ દિલ્હી : પેટ્રોલ અને ડીઝલના ભાવે આજે સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધારી દીધી છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. આ વધારાની બાદ ઈંધણના ભાવ દેશમાં અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૮.૧૪ રૂપિયા અને ડીઝલનો ભાવ ૭૮.૩૮ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો. બીજી તરફ મુંબઈમાં ૯૪.૬૪ રૂપિયા લીટર તો ડીઝલ ૮૫.૩૨ રૂપિયા લીટર પર આવી ગયો છે. મધ્ય પ્રદેશના ભોપાલ શહેરમાં પેટ્રોલનો ભાવ ૯૬ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો. બીજી તરફ સરકારે પણ પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઘટાડવાનો ઇન્કાર કરી દીધો છે. એવામાં આવનારા દિવસોમાં તેની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતા નથી.
પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી ધમેન્દ્ર પ્રધાનએ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં કહ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર લાગતા ટેક્સમાં કોઈ ઘટોડો નહીં કરે. પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે, સરકારની પાસે પેટ્રોલ અને ડીઝલ પર લાગનારા ટેક્સને ઘટાડવાનો હજુ કોઈ પ્રસ્તાવ નથી. તેઓએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વધારવો કે ઓછો કરવો સરકારની જરૂરિયાતો અને માર્કેટની સ્થિતિ જેવા અનેક પાસાઓ પર નિર્ભર કરે છે.

Related posts

કસ્ટડીની લડાઈમાં હંમેશા નુકસાન બાળકને જ જાય છે : સુપ્રીમ કોર્ટ

Charotar Sandesh

સરકારી યોજનાઓ ગરીબો માટે જ છે, જમાઇ માટે નથી : નિર્મલાનો કોંગ્રેસને ટોણો…

Charotar Sandesh

મન કી બાતમાં પરીક્ષા પર ચર્ચાને બદલે PMએ કરી રમકડાં પર ચર્ચા, રાહુલ ગાંધીનો કટાક્ષ…

Charotar Sandesh