Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

પોતાની પત્નીને છોડી હોય તે અન્યની બહેન-પત્નીનો આદર કેવી રીતે શકે ઃ માયાવતી

માયાવતીએ અલવર ગેન્ગરેપ કેસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર પલટવાર કરતા કÌš કે નરેન્દ્ર મોદી અલવર ગેન્ગરેપ પ્રકાશમાં આવતા ચૂપ હતા. તેઓ આ વિશે ઘૃણાસ્પદ રાજનીતિ કરવાના પ્રયત્નમાં છે. આ ઘણુ શરમજનક છે. તેઓ કોઈ અન્યની બહેન અને પત્નીનું સન્માન કેવી રીતે કરી શકે છે જેમણે પોતાની જ પત્નીને રાજકીય લાભ માટે છોડી દીધી હોય.
રાજસ્થાનના અલવરમાં દલિત મહિલા સાથે થયેલા ગેન્ગરેપ વિશે ભારે નિવેદનબાજી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર પલટવાર કરતા બસપા સુપ્રીમો માયાવતીએ પણ તેમની પર અંગત ટિપ્પણી કરી છે. તેમણે વડાપ્રધાન મોદી પર સામૂહિક બળાત્કાર કેસ પર રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.
માયાવતીએ કÌšં, મને તો એ પણ જાણ છે કે ભાજપમાં ખાસકરીને પરિણીત મહિલાઓ પોતાના પતિઓને શ્રી મોદીની નજીક જતા જાઈને ઘભરાય છે કે ક્્યાંક આ મોદી પોતાની પત્નીની જેમ અમને પણ અમારા પતિથી અલગ કરી ના દે.
રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારને ચેતવણી આપતા માયાવતીએ જણાવ્યું હતું કે, જા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તે પોતાનાં સમર્થન પરત ખેંચવાનો નિર્ણય લઇ શકે છે. વડાપ્રધાન મોદી દરરોજ પોતાની જાતિ બદલે છે. આજકાલ તેઓ પોતાની જાતિ ગરીબ જણાવી રહ્યા છે. નરેન્દ્ર મોદી ના તો ગરીબ છે ના તો ફકીર, આ બધા નાટક છે જેથી ગરીબોના વોટ તેમને મળી શકે.

Related posts

મુંબઇમાં પાવર ગ્રિડ ફેલ : વીજળી ગુલ થતાં લોકલ ટ્રેનો થંભી…

Charotar Sandesh

માલદીવે દેશના સર્વોચ્ય નાગરિક સન્માનથી વડાપ્રધાન મોદીને નવાજ્યા…

Charotar Sandesh

ભારતના ૧.૮ કરોડ લોકો દુનિયાના વિવિધ દેશોમાં રહે છે : રિપોર્ટ

Charotar Sandesh