-
સામાન્ય રીતે ટીવી શોમાં સેલિબ્રિટી કોફી પીને અલગ અલગ વાતો કરે છે. આ કાર્યક્રમને લોકપ્રિયતાને કારણે લોકો પણ તેનાથી પ્રભાવિત થાય છે…
અમદાવાદ,
સામાન્ય રીતે ટીવી શોમાં સેલિબ્રિટી કોફી પીને અલગ અલગ વાતો કરે છે. આ કાર્યક્રમને લોકપ્રિયતાને કારણે લોકો પણ તેનાથી પ્રભાવિત થાય છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પોલીસ અને સામન્ય લોકો વચ્ચે અંતર વધી રહ્યુ છે. આ અંતર ઘટાડવા પોલીસે સુરક્ષા સેતુ જેવા અનેક કાર્યક્રમો કર્યાં હોવાછતાં ધાર્યું પરિણામ મળતું નથી. જેને પગલે હવે અમદાવાદ પોલીસના એડમિન અને જોઈન્ટ પોલીસ કમિશનર વિપુલ અગ્રવાલે લોકોનો પોલીસ સામે કયા કારણસર રોષ કે ગુસ્સો છે તે જાણવા કોફી વીથ વિપુલ શરુ કરવાનો નિર્ણય કર્યો છે. ડો.વિપુલ અગ્રવાલે તેમના ઓફિશિયલ ટિ્વટર એકાઉન્ટ પર ટિ્વટ કરીને આ અંગેની જાહેરાત કરી છે. કોફી વિથ વિપુલના નિયમ અને શરત રાત્રે ૮ વાગ્યે વિપુલ અગ્રવાલના ઓફિશિયલ ટિ્વટર હેન્ડલ પર જાણ કરવામાં આવશે.
ડો. વિપુલ અગ્રવાલે પોતાના ઓફિશિયલ ટિ્વટર એકાઉન્ટ પર ઈંકોફીવિથવિપુલના હેશટેગથી ટિ્વટ કરી તમે મારા મહેમાન બનવા ઈચ્છો છો? શું તમે મને તમારી સાથે કોફી પીવાની તક આપશો? પ્રતિક્ષા કરો…જલ્દી જ.