Charotar Sandesh
આર્ટિકલ

પ્રજા બેહદ ત્રસ્ત : ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ પ્રજાજનોથી દૂર કેમ ભાગે છે…..?

દેશમાં કોરોના બેકાબૂ બની ગયો છે માત્ર એક દિવસમાં ૩.૭૯ લાખથી વધુ નવા કેસો નોંધાવા સાથે ૩,૬૪૫ ના મૃત્યુ નોંધાયા છે. કેન્દ્ર સરકાર રસીકરણ કરવા તરફ વિશેષ ધ્યાન આપી રહી છે. પરંતુ ખરેખર રસીકરણ માટે જે ઝડપ હોવી જોઈએ તે ઝડપ છે ખરી….? કારણ ગુજરાતમાં શહેરના રસીકરણ સેન્ટરો પર એકસો વ્યક્તિનુ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. રસીકરણ સેન્ટર પર લાંબી લાઈન લાગે છે. તો રસી ખલાસ થઈ ગઈ છે તેવું કહેતા અનેકોને પરત ફરવું પડે છે.જ્યારે કે હાલના સમયમાં ખાસ અગત્યની સેવા ૧૦૮ બાબતે સંકલનનો અભાવ છે. હોસ્પિટલો કોરોના સંક્રમિત દર્દીઓથી હાઉસફુલ છે. જે કારણે બહાર લાઈનો લાગેલી રહે છે, તો ઓક્સિજનની અછતને કારણે અનેક લોકોના મોત થઇ રહ્યા છે.

બીજી તરફ રેમડેસિવીરની અછત પણ યથાવત છે…. જ્યારે કોર્ટે કહ્યું હતું કે દેશમાં રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિ બની ગઈ છે. જે હેલ્થ ક્ષેત્ર બાબતે કોર્ટે કહ્યું હતું. અને આ એક સત્ય હકીકત છે…. કારણ કે દેશની હોસ્પિટલોમાં ડૉક્ટરો,નર્સો, મેડિકલ સ્ટાફની ભારે અછત છે. એ કારણે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભાંગી પડ્યું છે જેથી સરકારને લશ્કરના મેડિકલ સ્ટાફને સારવાર માટે મેદાનમાં ઉતારવા ફરજ પડી છે. દેશમાં કોરોના મહામારીને કારણે પ્રજા બેહદ ત્રસ્ત થતા લોકોમાં આક્રોશ ફરી વળ્યો છે. અનેકોએ પોતાના સ્વજન કે નજીકના લોકોને કોરોના ને કારણે મોતના મુખમાં હોમાતા જોયા છે કે અનુભવ્યા છે જે કારણે મોદી સરકાર, ભાજપ સરકારો સામે લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે…..! તદુપરાંત સરકાર દ્વારા વિવિધ રાહતોની જાહેરાતો થયા કરે છે જેમાં સમરસ કે કોવિડ હોસ્પિટલો કે સેન્ટરો ખોલવાની વ્યવસ્થા કરી હોવાની,અનુભવી રહ્યા છે કે રેમડેસિવીર પુરતા પ્રમાણમા હોવાના નિવેદનો થતા રહે છે….પરંતુ લોકો ખૂદ અનુભવી રહ્યા છે કે આમાંનું કશુસરળતાથી નથી મળતું…સ્મશાન ગૃહો પર પણ એજ હાલત છે… ખુદ ભાજપના સ્થાનિક નેતાઓ તેનો ભોગ બની રહ્યા છે.. અને સ્મશાને પહોંચી ગયા છે. જેના કારણે લોકો સમજી ગયા છે કે મોદી સરકાર જે તે રાજ્યની ભાજપ સરકારો વાતોના વડા કરવામાથી બહારજ નથી આવતી….! તો ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજા વચ્ચે જતા નથી કે જ્યારે પ્રજાને હુંફ-આશ્વાસન આપવાની જરૂર છે….. અને નથી તેની પાછળનું કારણ છે પ્રજા ઓળખે છે કે લોકોમાં જે પ્રકારે આક્રોશ ભભુકી ઉઠ્યો છે તેનો ડર…. કદાચ લોકો સવાલોની રીમાન્ડ પર લેતો…..?!

ઉત્તર પ્રદેશ હાઈકોર્ટે કોરોના મહામારીના વધી રહેલા કેસોના કારણે યુપીના ચાર શહેરમાં મીની ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહ જાહેર કરવા દિશા નિર્દેશ કર્યા…પરંતુ આ તો યોગીજી… હાઇકોર્ટનુ સાંભળે કોણ….? કારણકે યુપીમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ…. કોરોના કેસ વધી રહ્યા છે છતાં પણ યોગીજી કોઈ એક્શન લેતા નથી….! બીજી તરફ ઓક્સિજનની અછતને કારણે મળતા મૃતાક એ હદે વધી ગયો કે સ્મશાનગૃહો પર સમૂહમાં અગ્નિદાહ કરવાની નોબત આવી… અને લોકો આવું જોઈ ન જાય તે માટે ત્યાંની સરકાર પતરાની આડશો ઉભી કરાવી રહી છે. ત્યારે તાજેતરમાં હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે યુપી માટે ઓક્સિજનની વ્યવસ્થા કરો….આનો અર્થ શુ….? બીજી તરફ ગુજરાતના અમદાવાદ ખાતે સાબરમતી વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલ ખાતે સમરસ કોવિડ કેર સેન્ટર મ્યુ.કોર્પોરેશનના સહયોગથી ખોલવામાં આવ્યું ત્યાં ઉદ્ઘાટન દરમિયાન ધારાસભ્ય, કોર્પોરેટરોની શુભેચ્છકો તરીકે નામાવલી યાદી લગાવી દેવામાં આવી…. આને શું કહીશુ…?કારણ એક પણ ચૂંટાયેલા પ્રતિનિધિ સમરસ કોવિડ સેન્ટર ખાતે સેવામાં જોડાયા નથી…! જ્યારે બીજી તરફ રસીકરણ સેન્ટર પર માત્ર ૧૦૦ લોકોનેજ રસીકરણ માટેના ટોકન આપવામાં આવે છે…આનો અર્થ શુ..?જ્યારે કે દેશમાં મોદીજીના રાજીનામાની માંગ થઇ રહી છે તે પણ મોટા પ્રમાણમાં…ત્યારે ચૂંટાયેલા ભાજપાના પ્રતિનિધિઓએ આવા તાયફા ન કરતા લોકો વચ્ચે જવું જરૂરી છે…તમારા પ્રદેશ પ્રમુખ પણ કહે છે લોકોની વચ્ચે જાવ તેમને સાંભળો… અને પ્રજા પણ ઈચ્છી રહી છે…. તેમને પડી રહેલી તકલીફો દૂર કરવા પ્રયત્ન કરવા જોઈએ, બાકી આ તો તમારા જ મતદારો છે તેમનામાં આક્રોશ છે તેનુ કારણ તમે જ છો….! લોકોની સહન કરવાની પણ એક હદ હોય છે…. માટે પ્રજાને સમજવા પ્રયાસ કરો…. તેમાં જ સૌ કોઈની ભલાઈ છે…..!વંદે માતરમ્‌,

(જીએનએસ)

Related posts

रक्षा बंधन त्यौहार की उत्पत्ति के पीछे कई किंवदंतियाँ हैं : भगवान इंद्र और इंद्राणी से लेकर सिकंदर और पोरस तक

Charotar Sandesh

पितृ पक्ष विशेष : श्राद्ध से जुड़ी कई ऐसी बातें हैं जो बहुत कम लोग जानते हैं !

Charotar Sandesh

ધાર્મિક માન્યતા મુજબ સૂર્યનું ઉત્તર દીશા તરફ પ્રયાણ એટલે ઉત્તરાયણ…

Charotar Sandesh