એમ કહેવાય છે કે પ્રેમ છૂપો રહેતો નથી. છૂપો રાખવાનો પ્રયાસ કરો તો પણ છૂપો રહેતો નથી. તાજેતરમાં એવું આલિયા ભટ્ટ સાથે બની ગયું કે એ પોતાનો પ્રેમ છૂપો રાખી શકી નહીં.
ખમતીધર ફિલ્મ સર્જક કરણ જાહરની ફિલ્મ કલંકના પ્રમોશન માટે ફિલ્મની આખીય ટીમ એક ટીવી શોમાં હાજર હતી. આલિયાની પાછળ રહેલો વરુણ વારંવાર પાછળથી આલિયાના વાળ ખેંચીને એને સતાવતો હતો. આલિયા એને વારી રહી હતી. બે ચાર વખત એવું બન્યું ત્યારે આલિયાના મનની વાત બહાર પડી ગઇ હતી. વરુણને બદલે એ એમ બોલી ગઇ હતી કે રણબીર રહેવા દે ને…
હાજર રહેલા સૌ એક ક્ષણ માટે ચોંકી ગયાં હતાં કારણ કે રણબીર તો ત્યાં હતોજ નહીં. એની પાછળ વરુણ ધવન હતો. યોગાનુયોગે વરુણ અને આલિયા બંનેએ કરણ જાહરની ફિલ્મ સ્ટુડન્ટ આૅફ ધી યર (૨૦૧૨)થી અભિનય કારકિર્દી શરૂ કરી હતી અને બંને ટૂંકા સમયગાળામાં એ લિસ્ટના કલાકારોની યાદીમાં આવી ગયાં હતાં.