Charotar Sandesh
વર્લ્ડ

પ્રિન્સ હેરીની પત્ની મેગને પુત્રીને જન્મ આપ્યો : નામ લિલીબેટ ડાયના રાખ્યું…

હેરીએ પુત્રનું નામ લિલીબેટ ડાયના રાખ્યું…

લંડન : બ્રિટનના શાહી પરિવારના સભ્ય અને ‘ડ્યૂક ઓફ સસેક્સ’ પ્રિન્સ હેરી તથા એમના પત્ની ‘ડચેસ ઓફ સસેક્સ’ મેગન માર્કલનાં પરિવારમાં ઉમેરો થયો છે. મેગને પુત્રીને જન્મ આપ્યો છે. દંપતીનું આ બીજું સંતાન છે. એમને એક પુત્ર છે – આર્ચી, જેનો જન્મ ૨૦૧૯માં થયો હતો. પ્રિન્સ હેરી અને મેગને એમની પુત્રીનું નામ હેરીના સદ્દગત માતા પ્રિન્સેસ ડાયનાનાં નામ પરથી ‘લિલીબેટ ડાયના’ રાખ્યું છે. માતા અને પુત્રી બંનેની તબિયત સારી છે.
પ્રિન્સ હેરી અને મેગન પરિવારના પ્રવક્તાએ જાણકારી આપી છે કે મેગને ગયા શુક્રવારે પુત્રીને જન્મ આપ્યો હતો. એનું નામ લિલિબેટ ‘લિલી’ ડાયના રાખ્યું છે. પુત્રીના નામનો પહેલો શબ્દ લિલિબેટ મહારાણીનું લોકપ્રિય નામ છે. મધ્ય નામ દાદી સ્વ. પ્રિન્સેસ ડાયનાનાં સમ્માનમાં રાખ્યું છે. દીકરીને તેઓ ‘લિલી ડાયના’ તરીકે ઓળખાવશે. બ્રિટનનાં રાણી એલિઝાબેથ-૨નાં પ્રપૌત્ર-પ્રપૌત્રીઓમાં લિલી ડાયના ૧૧મા નંબરે છે અને બ્રિટિશ રાજવી ગાદીમાં આઠમું સ્થાન ધરાવે છે.
પ્રિન્સ હેરી અને મેગને કહ્યું છે કે, ‘અમને અમારી અપેક્ષા કરતાં વધારે પ્રાપ્ત થયું છે અને અમે દુનિયાભરમાંથી મળેલા પ્રેમ અને પ્રાર્થના માટે આભારી છીએ.’ પ્રિન્સ હેરી અને મેગને ૨૦૨૦માં બ્રિટનના શાહી પરિવારને છોડી દેવાની જાહેરાત કરી હતી. ત્યારપછી તેઓ અમેરિકામાં જઈને વસ્યાં છે. તેઓ કેલિફોર્નિયા રાજ્યના સાન્તા બાર્બરા નજીક મોન્ટેસિટો નામના પોશ વિસ્તારમાં રહે છે.

Related posts

ભારતની કોરોના રસીની ઉત્પાદન ક્ષમતા વિશ્વમાં શ્રેષ્ઠ : યુએન સેક્રેટરી

Charotar Sandesh

ભારતે મૂળ મુદ્દાઓ પર કામ કર્યું, પરંતુ સમસ્યાઓનો ઉકેલ લાવવાની જરૂર : IMF

Charotar Sandesh

અફઘાનિસ્તાનમાં કાબુલથી જુદા જુદા વિમાનોમાં ૧૪૬ ભારતીયને ભારતમાં લવાયા

Charotar Sandesh