Charotar Sandesh
બોલિવૂડ

પ્રિયંકાને બદલે ડેઝી શાહની તરફેણમાં સલમાનની ’ઇન્શાલ્લાહ’ બંધ રહી…

મુંબઈ : સંજય લીલા ભણશાલી અને પ્રિયંકા ચોપરા ફિલ્મ બાજીરાવ મસ્તાની બાદ સાથે કામ કરવા ઉત્સુક હતા.પરંતુ સંજોગોએ સાથ આપ્યો નહીં. ભણશાલીને અમૃતા પ્રીતમ અને ગીતકાર સાહિર લુધિયાનવીની પ્રેમ કહાની પરની ફિલ્મ બનાવવા ઈચ્છતો હતો. પરંતુ અભિષેકે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ સલમાન ખાન અને આલિયા ભટ્ટને લઇને આ ફિલ્મ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ સલમાન અને ભણશાલી વચ્ચે ચડભડ થતાં આ ફિલ્મ બંધ થઇ ગઇ.
ભણશાલીની આ ફિલ્મ બંધ થવાનો વિવાદ ચડયો હતો. હવે તેમાં એક નવી વાત એ આવી છે કે, દિગ્દર્શક પોતાની ફિલ્મમાં પ્રિયંકા ચોપરા પાસે એક આઇટમ નંબર કરાવવા ઇચ્છતો હતો. પરંતુ સલમાનને મંજુર નહોતું. તે પ્રિયંકાની બદલે ડેઝી શાહની તરફેણ કરી રહ્યો હતો, જે ભણશાલીને પસંદ નહોતું, તેમ એક સૂત્રે જણાવ્યું હતું. આ જ કારણે ઇન્શાલ્લાહ બંધ થઇ તેમ સૂત્રે ભાર દઇને કહ્યું હતું.
દિગ્દર્શક અને અભિનેતા એક સમયે ખાસ મિત્રો હતા. ભણશાલીએ ફિલ્મ ખામોશીથી દિગ્દર્શક તરીકે ડેબ્યુ કર્યું હતું ત્યારે સલમાને તેને સહકાર આપ્યો હતો. ત્યાર બાદ આ બન્નેએ હમ દિલ દે ચુકે સનમ જેવી આઇકોનિક ફિલ્મ બનાવી હતી. આ પછી ભણશાલીએ શાહરૂખ ખાનને લઇને દેવદાસ બનાવી ત્યારે સલમાન સંજય લીલા ભણશાલીથી નારાજ થઇ ગયો હતો.

Related posts

હ્રિતિક રોશન અને ટાઇગર શ્રોફ સ્ટારર ‘વોર’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ…

Charotar Sandesh

લૉકડાઉનની વચ્ચે શ્રધ્ધા કપૂરે વીડિયો શેર કરી આપ્યા ખાસ સંકેત…

Charotar Sandesh

એક્ટર અક્ષયકુમારે તમાકુ કંપનીની એડ કરતાં ચાહકોની માફી માંગી : જુઓ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું

Charotar Sandesh