વિભાજનકારી તત્વોથી દેશ ખતરામાં છેઃ ઉન્નાવ,અર્થતંત્ર, ખેડૂત સહિતના મામલે પ્રહારો : ‘મોદી હૈ તો નોકરીઓ છીન્ના મહંગાઇ બઢના મુમકિન હૈ’ : પ્રિયંકા ગાંધી
નવી દિલ્હી : રામલીલા મેદાનમાં કોંગ્રેસે મોદી સરકાર વિરુદ્ઘ ભારત બચાવો રેલી કરી હતી. તેમાં કોંગ્રેસના હાલના અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને ડો. મનમોહન સિંહ સહિત દ્યણાં સીનિયર નેતાઓ સામેલ થયા હતા. રેલીમાં દેશની નબળી થતી અર્થવ્યવસ્થા, વધતી બેરોજગારી જેવા મુદ્દા મુખ્ય રહ્યા હતા. પ્રિયંકા ગાંધીએ અહીં સંબોધન દરમિયાન કહ્યું હતું કે, ભાજપ છે તો દેશમાં બેરોજગારી, મોંદ્યી ડુંગળી અને ૪ કરોડ નોકરીઓનું નષ્ટ થવું શકય છે.
દિલ્હીના રામલીલા મેદાનમાં મોદી સરકારની વિરૃદ્ઘ આયોજીત કોંગ્રેસની ભારત બચાવો રેલીમાં પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાધીએ પ્રજાને દેશનો મતલબ સમજાવ્યો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ દેશ પ્રેમ અને અહિંસાનો દેશ છે. આ દેશ સચ્ચાઇ અને અચ્છાઇનું સપનું છે. આ દેશ લોકતંત્રને શકિત આપનાર છે. આપણે આ દેશને બચાવાનો છે.
કોંગ્રેસની દેશ બચાવો રેલીમાં પ્રિયંકા ગાંધીએ દિલ્હીના રામલીલા મેદાનથી યુપીની યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા. ઉન્નાવમાં રેપ પીડિતાને જીવતી સળાગાવાનો મામલો ઉઠાવતા પ્રિયંકા એ કહ્યું કે ન્યાયની આસમાં કોર્ટ જઇ રહેલી દીકરીને ગુનેગારોએ સળગાવી દીધી. એક કિલોમીટર સુધી તે ભાગી અને અંતમાં પડી ગઇ. તેના પિતા પોતાનું મોં છુપાવીને રડવા લાગ્યા તો તેને જોઇ મને મારા પિતાની યાદ આવી.
તેમણે કહ્યું કે આ દીકરીના પિતાને રોતા જોઇ મને મારા પિતાની યાદ આવી ગઇ. કોંગ્રેસના મહાસચિવે કહ્યું કે મારા પિતાનું લોહી આ ધરતીની માટીમાં મળ્યું છે. એ ખેડૂતની દીકરીનું લોહી પણ આ દેશની માટીને સીંચી રહ્યું છે. અહીં જે અત્યાચાર થઇ રહ્યા છે તેને રોકવા આપણી જવાબદારી છે.