સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’થી તેનો નવો લૂક જાહેર થયો છે. આ નવાં પોસ્ટરમાં વર્ષ ૨૦૧૦ લખેલું છે અને સલમાન ખાન ઘરડો નજર આવે છે.
આ નવું પોસ્ટરને શેર કરતાં સલમાને લખ્યુ છે કે, જેટલાં સફેદ મારા વાળ માથા અને દાઢીમાં છે. તેનાંથી ક્્યાંક વધારે રંગીન મારા જીવનમાં છે. આ તસવીરનાં સોશિયલ મીડિયાનાં અલગ અલગ રિએક્શન આવી રહ્યાં છે. સલમાન અને કેટરિના કૈફ સ્ટારર આ ફિલ્મના ટ્રેલરને ૨૪મી એપ્રિલે રિલીઝ કરવામાં આવશે.
ફિલ્મમાં સલમાનનો આ યંગ એજનો લૂક પહેલાં જાહેર થઇ ગયો છે. આ ફિલ્મમાં કેટરિના કૈફ લિડ રોલમાં છે આ ફિલ્મમાં પહેલાં પ્રિયંકા ચોપરા લિડ રોલમાં હતી. પણ કોઇ કારણોસર તેને આ ફિલ્મ છોડી દીધી અને અંતે આ ફિલ્મની લિડ એક્ટ્રેસ કેટરિના કૈફ બની. ભાઇની ‘ભારત’ આ વર્ષે ઇદનાં દિવસે રિલીઝ થશે. ૨૨ વર્ષથી ૭૫ વર્ષનાં કિરદારમાં નજર આવશે. આ કારણે ધીરે ધીરે તેનાં લૂક પણ સામે આવી રહ્યાં છે.