મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને રૂ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગૃહ મંત્રાલયે કંગનાને રૂ શ્રેણીની સુરક્ષા આપી છે. કંગના રનૌત અને શિવસેના નેતા સંજય રાઉતની વચ્ચે વાક યુદ્ધ ચાલી રહ્યું છે. સંજય રાઉતે કંગનાનું મુંબઈ ન આવવાની ધમકી આપી હતી. જેના પર કંગનાએ મુંબઈ આવવાની ચેલેંજ કરી હતી. હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કંગના રનૌતને રૂ શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. તેમની સુરક્ષામાં ૧૧ જવાનો તૈનાત રહેશે. જેમાં એક કે બે કમાંડો હશે અને બાકીના પોલીસકર્મીઓ હશે. જેની નોટિફિકેશન થોડીવારમાં જાહેર કરવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે ૯ સપ્ટેમ્બરે જ્યારે કંગના મુંબઈ પહોંચશે ત્યારે તેને રૂ શ્રેણીની સુરક્ષા મળી જશે.
સુશાંતસિંહ રાજપૂતના મામલામાં કંગના રનૌત શરૂઆતથી જ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેણે બોલિવૂડ માફિયા, નેપોટિઝમ અને હવે ડ્રગના મુદ્દા ઉપર ખુલીને પોતાની વાત કહી છે. કંગના આ નિવેદનનો પગલે સેલિબ્રિટિઓના નિશાન ઉપર તો આવી જ છે પરંતુ કેટલાક રાજનૈતિક પાર્ટીઓની સાથે પણ દુશ્મની કરી લીધી છે. કંગના રનૌત અને શિવસેના નેતા સંજય રાઉતની વચ્ચે વાક યુદ્ધ ચાલી રહ્યું છે. સંજય રાઉતે કંગનાન મુંબઈ ન આવવાની સલાહ આપી હતી. જેના પર કંગનાએ મુંબઈ આવવાની ચેલેં કર હતી. જેના પછી કંગનાએ એક વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે સંજય રાઉતનો મતલબ મહારાષ્ટ્ર નથી.
આ જ વીડિયોમાં કંગના રનૌત કહે છે કે દેશમાં મહિલાઓની સાથે રેપ થઈ રહ્યો છે, તેનું શોષણ થઈ રહ્યું છે, આ બધુ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે સમાજના વિચાર ખરાબ છે. કંગનાએ સંજય રાઉતને પણ આજ વિચારધારા વાળા ગણાવ્યા હતા. કંગનાએ સંજય રાઉત ઉપર આરોપ લગાવ્યો છે તેણે દરેક મહિલાનું અપમાન કર્યું છે, તેણે દેશની દિકરીને ગાળી આપી છે. ગૃહ મંત્રાલય દ્વારા સુરક્ષા આપવામાં આવતા કંગના રનૌતે ટિ્વટ કરીને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો છે.